fbpx
રાષ્ટ્રીય

ઘર આંગણેથી આઠ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયો દીપડો, દૂર ખેતરમાંથી મળ્યો મૃતદેહ

ઉત્તર પ્રદેશના બાહરાઈચ જિલ્લામાં એક કરુણ ઘટના બની હતી, કતનિર્યાઘાટ વન્યજીવ અભ્યારણ નજીકના એક ગામમાં ઘર આંગણે રમી રહેલી આઠ વર્ષની મારું બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો બાદમાં બીજા દિવસે સવારે દુર એક ખેતરમાંથઈ બાળકી નો મૃતદેહ મળ્યો હતો.

આ નાની બાળકી તેના ઘરના આંગણામાં ન દેખાતા તેના પરિવારજનો તેની શોધ ખોળ શરૂ કરી હતી. ઘણી શોધ ખોળ કરતા પણ બાળકી ન મળતા તેના પરિવારજનોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ ગામના લોકો, વન વિભાગની ટીમ અને તેના પરિવારજનોને લોહીના નિશાન અને દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા તેથી તેનું પરિવાર ખુબજ ચિંતામાં હતું. દીપડાના પંજાના નિશાન જોયાની સાથેજ અધિકારીઓ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી અંતે થોડે દુર એક ખેતરમાં આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (ડ્ઢર્હ્લં) એ જણાવ્યુ કે મંગળવારે સાંજે દીપડો આ બાળકીને લઇ ગયો હતો. બુધવારે સવારે તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. તેમણે વધુ જણાવતા કહ્યુ કે આ બાળકીના મૃ઼તદેહને પોસ્ટમાર્ટમ માટે લઇ ગયા છે.

ફોરેસ્ટ રેન્જ ઓફીસર મુબીન આરિફે જણાવ્યુ હતુ કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવવા પર અને તમામ પ્રક્રીયા પુર્ણ થયા બાદ પિડિત પરિવારને સરકાર દ્વારા ૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે જાણાવ્યુ હતુ કે જંગલને અડીને આવેલા ગામડાઓમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને વન વિભાગે સાવચેતીના ભાગ રુપે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. જંગલને અડીને આવેલા ગામડાઓમાં હંમેશા દીપડાનો ભય રહે છે. આ પહેલા પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. લોકોને સાવચેત અને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts