fbpx
અમરેલી

ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જમાં વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસની ઉજવણી કરવામાં આવી.

ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના રાવળડેમ વિસ્તારમાં તા.૦૨/૦૨/૨૦૨૪ ના રોજ વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મે. નાયબ વન સંરક્ષકશ્રી ગીર(પુર્વ) વન વિભાગ,ઘારી શ્રી રાજદિપસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ વન સંરક્ષકશ્રી, ઉના મનિષ ઓડેદરા સાહેબ અને મદદનીશ વન સંરક્ષકશ્રી, ઘારી શૈલેષ ત્રિવેદી સાહેબ તથા રાવળડેમના અધિકારીશ્રી જયદિપ પટેલ સાહેબ ના અઘ્યક સ્થાને મેરોથોન દોડનું આયોજન કરવામાં આવેલ. જેમાં તુલસીશ્યામ રેન્જ, હડાળા રેન્જ તથા જસાધાર રેન્જના કુલ-૩૫ કર્મચારીઓ દવારા ભાગ લેવામાં આવેલ.

જેમાં પ્રથમ ક્રમે શ્રી એચ.પી.માડમ વનપાલ તથા બીજા ક્રમે એમ.બી. સાકરીયા ફો.ગાર્ડ અને ત્રીજા ક્રમે શ્રી કે.બી. વાઘ ફો.ગાર્ડ તથા ચોથા ક્રમે શ્રી ડી.આર. ગુજરાતી ફો.ગાર્ડ અને પાંચમાં ક્રમે શ્રી આર.એસ. સારલા ફો.ગાર્ડ આવેલ. જેઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ચીખલકુબા ખાતે વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ નિમીતે ગીર (પુર્વ) વન વિભાગના સ્ટાફ માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં પક્ષીવીદ શ્રી વિરલ જોષી દવારા ગીર (પુર્વ) વન વિભાગના અધિકારી/ કર્મચારીને વેટલેન્ટ, વેટલેન્ટનું મહત્વ વગેરે બાબતો વિશે ખુબ વિસ્તારથી વેટલેમ્ટના પક્ષીઓ તથા અન્ય જીવ સૃષ્ટી વિશે માહિતી આપવામાં આવેલ.

પ્રસંગને અનુરૂપ મે. નાયબ વન સંરક્ષકશ્રી રાજદિપસિંહ ઝાલા સાહેબ, ઘારી એ.સી.એફ. શ્રી શૈલેષ ત્રિવેદી સાહેબ તથા રાવળ ડેમના અધિકારી શ્રી જયદિપ પટેલ સાહેબ દવારા પ્રસંગને અનુરૂપ ઉત્બોઘન કરવામાં આવેલ. આ કાર્યશાળામાં ભાગ લેનાર તમામ કર્મચારીઓને મે. નાયબ વન સંરક્ષકશ્રી ગીર (પુર્વ) વન વિભાગ ઘારી શ્રી રાજદિપસિંહ ઝાલા સાહેબના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts