અમરેલી

ઘારી ગીર (પુર્વ) વન વિભાગ દવારા તુલસીશ્યામ રેન્જનાં ભાણીયા રાઉન્ડનાં ધાવડીયા બોર્ડર જંગલ વિસ્તારમાં ૫૦૦૦ સિડ બોલનું વાવેતર કરવામાં આવ્યું.

ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જનાં જંગલ વિસ્તારમાં આજરોજ તુલશીશ્યામ રેન્જમાં ભાણીયા રાઉન્ડની ગઢિયા પાતળા બીટનાં ધાવડીયા બોર્ડર જંગલ વિસ્તારમાં મે. D.C.F સાહેબશ્રી, રાજદીપસિંહ ઝાલા, મે. A.C.F સાહેબશ્રી, એમ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મે. આર. એફ. ઓ. સાહેબ રાજલ પાઠક, રાઉન્ડ ફોરેસ્ટરશ્રી વી.ડી.પુરોહિત, બીટગાર્ડ જે. બી. ખાચર, એસ. એ. હાડકરડા તેમજ શ્રી ભરતભાઈ, મનુભાઈ, કનુભાઈ સ્ટાફ સહીત જનતા વિદ્યાલય તાતણીયાનાં 50 વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા 5000 સિડ બોલ નુ વાવેતર કરવામાં આવ્યું. આ સિડ બોલમાં શણીયાર ઘાસનાં બીજ તેમજ દેશી બાવળ, હરમો, ખેર, કરમદીનાં બીજ નાખી 5000 સિડ બોલ નુ વાવેતર કરવામાં આવ્યું તેમજ 50 કરમદી નાં રોપ નું વાવેતર કરવામાં આવ્યું હતું.

Related Posts