અમરેલી

ઘારી ગીર (પુર્વ) વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડના કાર્ય વિસ્તારમાં આવતા હનુમાનપુર થી દલડી રોડ પર અનુસુચી-૧ ના વન્યપ્રાણી સિંહ સાથેનો સેલ્ફી વિડીયો સોશિયલ મીડીયા વાયરલ કરી પજવણી કરનાર આરોપીઓની અટક કરી જરૂરી કાર્યવાહિ કરવા બાબત.

ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવતા ખાંભા તાલુકાના હનુમાનપુર થી દલડી રોડ રેવન્યું વિસ્તાર કે જે વન્યપ્રાણી સિંહનો હેબીટાટ વિસ્તાર છે. જયા વન્યપ્રાણી સિંહ જોવાના ઇરાદે ફોર વ્હીલ ગાડી નંબર:GJ 01 HR 7469 માં આવેલ (૧) રોહીતભાઇ હરીલાલ રાજપુત ઉ.વ.૨૯ રહે. અમદાવાદ તથા (૨) તેજસભાઇ રાજેન્દ્રસિંહ પરમાર ઉ.વ.૧૯ રહે. અમદાવાદવાળા એ રસ્તા વચ્ચે કુદરતી અવસ્થામાં બેસેલ વન્યપ્રાણી સિંહની ઉપર ફોર વ્હીલ ગાડીની હેડ લાઇટનો પ્રકાશ ફેકી તથા હોર્ન વગાડી સિંહની નજીક ગાડી લઇ જઇ સિંહને રંજાડવાનો પ્રયત્ન કરી તથા ગાડીમાંથી નીચે ઉતરી સિંહ સાથેનો સેલ્ફી વિડીયો બનાવી સિંહના કુદરતી કાર્યમાં ખલેલ પહોચાડી અમાનવીય ત્રાસ આપી પજવણી કરવા અંગેનો વિડીયો બનાવી તે વિડીયો સોશિયલ મીડીયા(ઇનસ્ટાગ્રામ)માં વાયરલ કરતા નાયબ વન સંરક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા ગીર પુર્વ વન વિભાગ ઘારી તથા મદદનીશ વન સંરક્ષક ઘારી શ્રી શૈયલેષ ત્રિવેદી અને મદદનીશ વન સંરક્ષક ઉના શ્રી મનીષ ઓડેદરાના માર્ગદર્શનથી રેન્જ ફોરેસ્ટ ઓફીસર સરસીયા શ્રી જયોતીબેન વાજા તથા તેમની ટીમ દવારા આરોપીઓને ડીટેન કરી આરોપો ઓને સરસીયા રેન્જ ખાતે હાજર કરી તપાસ કરતા તે ગુન્હો અત્રેની તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કાર્યક્ષેત્રનો હોય તે અન્વયે અત્રેની તુલસીશ્યામ રેન્જ ખાંભાને કબજો સોંપતા આરોપીઓ વિરૂધ્ધ રબારીકા રાઉન્ડ ગુન્હા નંબર:-૦૧/૨૩*૨૪ તા.૦૫/૦૩/૨૦૨૪ થી વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ ની કલમ નંબર:-૯ મુજબ ગુન્હો નોંઘેલ છે. અને કાયદેસરની કાર્યવાહી શરૂ છે. બાદમાં નામદાર ખાંભા કોર્ટ સમક્ષ રજુ કરવા આવશે.

Related Posts