ત્રણ મહિનાથી ગુજરાતમાં અબોલ જીવ ગોૈવંશ પશુપાલકો હાહાકાર મચાવનાર લમ્પી વાયરસ બાદ હવે ઘેટા–બકરાં જેવા નાના પશુઓમાં શીપપોકસ નામનો રોગચાળો વકયો છે, ગોૈવંશને પીડા આપી રહેલા લમ્પી જેવો શીપપોકસ વાયરસ ફેલાયો છે. આ વાયરસ લમ્પીની જેવો છે, જેના કારણે ઘેટાં–બકરાં બિમાર થાય છે, ગાંઠ કે ગુમડાથી પિડાય છે, ખોરાક ઓછો કરી નાંખે છે, નબળાઈને લીધે મૃત્યુ પામે છે, ઘેટાં–બકરા એ જ ગરીબ પશુપાલકોની આજીવિકાનું માધ્યમ છે, આથી આ વાયરસને ફેલાતો રોકવ માટે ઝડપી રસીકરણ કરવાની ધારદાર રજુઆત પરેશ ધાનાણીએ કરી છે. ઘેટાંમાં દેખાયેલા નવા વાયરસ ઉપરાંત ૧૦૦ દિવસમાં રાજયભરમાં ફેલાયેલા લમ્પી વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ પ,૧૯૩ ગોૈવંશના મૃત્યુ પામ્યા છે.
ઘેટા–બકરાંમાં ફેલાતા શીપપોકસ વાયરસ સામે સીકરણ કરવાની રજુઆત કરતાં પરેશ ધાનાણી

Recent Comments