અમરેલી

ઘેર રહી સારવાર લેતાં કોરોનાના દર્દિઓ માટે ઓકિસજનનું લેવલ માપવા રેડક્રોસ અમરેલી દ્ધારા પલ્સ ઓકિસમીટર અપાશે – ડો. ભરત કાનાબાર

કોરોનાના જે દર્દિઓ હોમ કવોરેન્ટાઈન થઈ, ડોકટરની સલાહ મુજબ ઘેર સારવાર લેતાં હોય છે તેમણે દિવસમાં ૪–પ વાર ઓકિસજનનું પ્રમાણ માપતાં રહેવું જોઈએ. આ લેવલ માપવા
માટે પલ્સ ઓકિસમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે જેને
આંગળી પર રાખવાથી તેમાં દર્દિ ના નાડીના ધબકારાનો રેઈટ પલ્સરેઈટ તથા લોહીમાં ઓકિસજનના પ્રમાણ નું માપ ખબર પડે છે.

ઘણા બધા દર્દિઓ જે ઘેર સારવાર લે છે તે આ બાબત વિશે
પુરા માહિતગાર ન હોવાને કારણે જયારે તેમનું ઓકિસજન લેવલ ૭૦–૮૦ જેટલું થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાનું શરૂ થાય છે ત્યારે હોસ્પીટલમાં દાખલ થવા દોડાદોડી કરવા માંડે છે અને ઘણાં બધાં આવા દર્દિઓને વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પીટલમાં સમયસર બેડ નહિ મળવાને કારણે દર્દિની સ્થિતિ ગંભીર બની જાય છે અને ઘણાં લોકો જીવ ગુમાવે છે.

દર્દિમા ઓકિસજનનું લેવલ સીધુ ૭૦ કે ૮૦ એક–બે કલાકમાં
થતું નથી પણ જેમના ફેફસા પર વાયરસની વધારે અસર હોય તેવા દર્દિઓમાં ઓકિસજનનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશ: ઘટે છે તેથી ૪–૬ કલાકે ઓકિસજન માપતાં રહેવાને કારણે આવી ગંભીર તકલીફની જાણકારી દર્દિને અને તેમના સભ્યોને વહેલી મળી જાય છે. જેના કારણે દર્દિના સગાંને દર્દિને હોસ્પીટલમાં બેડ શોધવા અને વધુ સારવાર મેળવવા માટે સમય મળી રહે છે. અગાઉ આ પલ્સ ઓકિસમીટર ૬૦૦ થી ૮૦૦ રૂપિયા વચ્ચે મળતાં પરંતુ, દરેક વસ્તુની જેમ હાલ તેની કિંમત વધીને ૧૦૦૦ થી ૧પ૦૦ સુધીની થઈ ગઈ છે. દર્દિ માટે આ સાધનનો ઉપયોગ મહત્તમ તેમની બિમારી સુધી જ મર્યાદિત રહે છે. એટલે દર્દિને આટલા ટુંકા સમય માટે ૧૦૦૦ થી ૧પ૦૦ વચ્ચે મળતાં આ સાધનની ખરીદી મોંઘી પડે છે અને બિમારી પુરી થઈ ગયા પછી દર્દિ કે તેના સગાંને આ સાધન કંઈકામમાં આવતું નથી.

એટલે ૧૦–૧પ દિવસ માટે દર્દિને આ સાધન લેવાનો ખર્ચ ના
કરવો પડે એટલાં માટે અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના પ્રમુખ ડો.
ભરતભાઈ કાનાબાર દ્ધારા, દર્દિને આ સાધન ઘેર વાપરવા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ માટે દર્દિના સગાં રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકની ઓફિસમાં વિપુલભાઈ રાદડીયાનો સવારે ૧૦ થી ૬ કલાક દરમ્યાન
સમ્પર્ક ૯૯૦૪૦ ૬ર૦૦૯ કરી પલ્સ ઓકિસમીટર મેળવી શકશે.

Related Posts