ભાવનગર

ઘોઘા અને તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહેલની અધ્યક્ષતામાં યોજાયો

        ઘોઘા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ સવારે અને તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ આવે તેવા ભાવ સાથે તાલુકાના પ્રશ્નો તાલુકા કક્ષાએ જ ઉકેલાય તે માટે આ લોકસંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહેલે આ અવસરે જણાવ્યું કે, સરકાર આપના દ્વારેના અભિગમને લઇને જિલ્લાના અધિકારીઓ આપને દ્વારે આવ્યાં છે. આપને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવું તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

તાલુકાની સમસ્યા તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે વિવિધ તાલુકા સ્તરે જ ‘વિવાદ નહીં સંવાદ’ દ્વારા આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે. જે પ્રશ્નો નીતિ વિષયક છે તે રાજ્ય સરકારના સંકલનમાં રહીને ઉકેલાય તે માટેના પ્રયત્નની પણ તેમણે ઉપસ્થિત તાલુકાની જનતાને ખાતરી આપી હતી.

તાલુકા પંચાયત કચેરી, ઘોઘાનાં સભાખંડમાં ઘોઘા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ.કોર્ટમાં પડતર હોય તેવી બાબતો, જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેના પ્રશ્નો અરજીઓનો નિકાલ આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં લાવવામાં આવ્યો હતો.

તળાજા તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં પણ રોડ, રસ્તા, ગટર, પાણી અને વિજળી સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

આ તમામ પ્રશ્નોની જિલ્લા ભા.જ.પા.ના પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોષી સાહેબ, ઘોઘાના મામલતદારશ્રી એ.આર. ગઢવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.આર. પટેલ તથા જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts