ઘોઘા તાલુકાના વાલેસપુર પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
ઘોઘા તાલુકામાં વાલેસપુર પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકે
રાજીનામું આપતા ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનારઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને૩૫ વર્ષથી ઓછી હોવી જોઈએ.વિધવા, ત્યક્તા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાંઅગ્રતા આપવામાં આવશે.સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ઘોઘાખાતેથી મળી શકશે. ઉમેદવારોએ પોતાનાં ફોર્મ અરજી તા.૨૫/૧૨/૨૦૨૦ સુધીમાં જરૂરી આધારો સાથેમામલતદાર કચેરી, ઘોઘાને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશેનહીં. તેમ મામલતદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments