ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે: સપ્ટેમ્બર- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૯/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ (વિકાસ), જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર નાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૨૧/૦૯/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ધોધા ખાતે સ્વીકારવામાં આવશે.
ઉપરોક્ત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે જે મામલતદાર – ઘોઘા ની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments