fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઘોઘા દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થાય તે પૂર્વે શિપ ગરૂડ ગ્રાઉન્ડ થઈ ગયું

ઘોઘા અને હજીરા વચ્ચે સફળતાપૂર્વક ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની યોજના ચાલુ છે. આ યોજના તળે લાગુ કરવામાં આવનાર જહાજ ઘોઘા નજીક ગ્રાઉન્ડ થઈ જતા દોડધામ મચી ગઇ હતી.દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ૧૩૭ મુસાફરોની ક્ષમતા વાળુ જહાજ ગરુડ ઘોઘા ખાતે આવી પહોંચ્યું હતું.
ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા માટે ગરુડ જહાજ લાવવામાં આવ્યું છે. આ ગરુડ જહાજ ઘોઘાથી દહેજ વચ્ચેની ટ્રાયલ રન સોમવારે કરવાનું હતું અને તેના માટે ઘોઘા ફેરી સર્વિસ પોન્ટૂન ખાતેથી નીકળ્યું હતું. નીકળતાની સાથે થોડે દૂર ઘોઘાના ટર્નિંગ સર્કલ નજીક જહાજ ગરુડ ગ્રાઉન્ડ થઈ ગયું હતું. બાદમાં મોડી સાંજ સુધી આ જહાજની ટોઈંગ કરી અને પરત લાવવા માટેની કોશિશ થઈ રહી છે.

Follow Me:

Related Posts