ભાવનગર

ઘોઘા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ભાવનગરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઘોઘા ખાતે ગુજરાતમાં યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત “Celebrating Unity through Sports” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તકે મહાવીરસિંહજી ગોહિલ અને દિગ્વિજયસિંહજી  ગોહિલે પ્રેરણાત્મક અને ઉત્સાહવર્ધક વક્તવ્ય આપ્યા હતા.  

        સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ધોધાના આચાર્યશ્રી ડો. કે.ડી. ટીલવા સાહેબે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું. જેમાં તેમણે જીવનમાં રમતગમતનાં મહત્વને અનેક સંદર્ભો આપી સમજાવ્યું હતું.

        આ કાર્યક્રમમાં ઘોઘા ઈ.ચા. મામલતદારશ્રી કે . કે . દવે, ઘોઘા તાલુકા વિકાસ અધિકારીશ્રી એ . આર . પટેલ, મોરચંદ જિલ્લા પંચાયત સદસ્યશ્રી ડી . સી . ગોહિલ, અવાણિયા ગામ સરપંચશ્રી રાજદીપસિંહ વાસુદેવસિંહ ગોહિલ, અવાણિયા માજી સરપંચશ્રી ભરતસિંહ વી ગોહિલ, શ્રી સુરુભા મખુભા ગોહિલ,  શ્રી જયપાલસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

        કાર્યક્રમમાં કોલેજના રમતવીર વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓની રમતગમતના ક્ષેત્રમાં જે ઉપલબ્ધિઓ હતી તેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નિદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ આ રમતોત્સવના એન્થમ અને મેસ્કોટનું નિદર્શન , સ્ક્રીન પર સૌએ નિહાળ્યું હતું

        સંસ્થાના સંકુલમાં આયોજિત કરવામાં આવેલ રમત ગમતોના નિદર્શનની ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓએ મુલાકાત લીધી અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું .

Related Posts