fbpx
અમરેલી

ચંદુભાઈ સંઘાણીના અવસાન થી માનવસેવા રાંક બની ,
સંઘાણી પરિવારને શાંત્વના પાઠવતા
વિવિધ ગામડા–શહેરોના આગેવાનો

સહકારી અને સામાજીક પ્રવૃતિ દ્રારા છેવાડાના માનવી સુઘી જેમની સેવા સમાયેલી છે તેવા ચંદુભાઈ સંઘાણીના અવસાન થી જાણે માનવસેવા રાંક બની હોય તેવી અનુભુતિ સૌ કરી રહયા છે જરૂરતમંદ દર્દીઓને રકતદાન અને ગરિબ પરિવારોને અન્નદાન આપીને રાજી થતા એવા ચંદુભાઈ સંઘાણીને છેવાડાના નાનામા નાના ગામડાના લોકો થી માંડીને વિવિધ શહેરોના નામાંકીત આગેવાનો–મહાનુભાવોએ શ્રધ્ધાંજલી અપર્ણ અને સંઘાણી પરિવારને શાંત્વના પાઠવી રહયા છે.
સુખનાથપરા ખાતે સંઘાણી પરિવારને સહાનુભૂતિ અને શાંત્વના પાઠવવા આજ રોજ ડો.ચંદ્રપાલસિંહ યાદવ, બિજેન્દ્રસિંહ, સવજીભાઈ ધોળકીયા, જયેશભાઈ રાદડીયા, સુનિલકુમાર, મહેશભાઈ કસવાળા, ગઢડા સ્વામીનારાયણ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂ.ભાનુસ્વામી, પ્રસિધ્ધ ભજનીક અરવિંદભાઈ બારોટ, રાજુભાઈ મહેતા, દિનેશભાઈ બ્રહમભટૃ, ગોપાલભાઈ વસ્તરપરા, ડો.વલ્લભભાઈ કથીરીયા, પુષ્પદાનભાઈ ગઢવી, વી.ડી.ઝાલાવડીયા, પૂ.ભઈલુબાપુ, બાબુભાઈ જમનાદાસ પટેલ, પ્રવિણભાઈ માકડીયા, રમેશભાઈ ધડુક, વલ્લભભાઈ કાકડીયા સહિતના રાજકીય , સહકારી, સામાજીક, શૈક્ષણિક આગેવાનો અને સંતો–મહંતોએ ચંદુભાઈ સંઘાણીનાં સેવા સંસ્મરણો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પિ હતી.

Follow Me:

Related Posts