ચંદુભાઈ સેવાનો માનવી તેને મારી શ્રધ્ધાંજલી
– લોકસંત પૂ. મોરારી બાપુ
સંઘાણી પરિવારપર સહાનુભુતિ અને
શાંત્વના પાઠવતા મહાનુભાવો
વિનોદભાઈ ચાવડા, સુરેશભાઈ ગોધાણી, ભરતભાઈ ગાજીપરા, રામસિહભાઈ ભેટારીયા, કિરીટભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, નાનુભાઈ વાનાણી, આત્મારામભાઈ પરમાર, ગોરધનભાઈ ધામેલીયા, બાબુભાઈ જેબલીયા
ચંદુભાઈ સંઘાણી એ તો સેવાનો માનવી તેને મારી શ્રધ્ધાંજલી તેમ દિલીપ સંઘાણીને ટેલીફોનીક શોક સંદેશો પાઠવતા ઈન્દોરથી પ્રખર રામાયણી–લોકસંત પૂ. મોરારીબાપુએ જણાવેલ અને જીવનપર્યત તેમની લોકસેવા કાર્યને બિરદાવેલ.
ચંદુભાઈ સંઘાણીના અવસાન બદલ સંઘાણી પરિવારને સહાનુભૂતિ અને શાંત્વના પાઠવવા અનેક મહાનુભાવો – આગેવાનો આવી રહયા છે જેમા આજ રોજ વિનોદભાઈ ચાવડા, સુરેશભાઈ ગોઘાણી, ભરતભાઈ ગાજીપરા, રામસિહભાઈ ભેટારીયા, મહેન્દ્રભાઈ ત્રીવેદી, નાનુભાઈ વાનાણી, આત્મારામભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ, ગોરધનભાઈ ધામેલીયા, બાબુભાઈ જેબલીયા સહિત રાજકીય અને સામાજીક ક્ષેત્રના આગેવાનોએ સંઘાણી પરિવારને શાંત્વના પાઠવી હતી.
Recent Comments