આગામી તા. 8/11 /2022 ને મંગળવાર (પૂર્ણિમા) ના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે. આ દિવસના રોજ સવારના ભાગે 5.39 મિનિટ (ગ્રહણ સ્પર્શ)થી સાંજે 6.19 મિનિટ (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત બપોરની રાજભોગ આરતી પણ બંધ રાખવામાં આવી છે. સાંજે 6:19 કલાકના ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક કર્યા બાદ સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી થશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે તેમ ગુરુ આશ્રમ બગદાણા ની એક યાદીમાં જણાવાયું છે.
ચંદ્રગ્રહણ હોવાના કારણે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે














Recent Comments