ચંદ્રયાન બાદ આદિત્ય એલ૧ મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ૨ સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે આદિત્ય એલ૧ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે
ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ કદમ વધારવા ફરી એકવાર ઈસરો તૈયાર કર્યો છે. ચંદ્રયાન બાદ આદિત્ય એલ૧ મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ૨ સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે આદિત્ય એલ૧ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.આ મિશન આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી ઁજીન્ફ-ઝ્ર૫૭ રોકેટથી લોન્ચ કરાશે. શરૂઆતમાં આદિત્ય એલ૧ને પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રસ્થાપિત કરાશે, ત્યારબાદ ધીરે ધીરે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી સૂર્યના નજીક એલ૧ પોઈન્ટ તરફ સફર શરુ કરશે.
લોન્ચથી એલ૧ સુધીની યાત્રામાં આદિત્ય એલ૧ને ચાર મહિનાનો સમય લાગશે, જેનું અંતર પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર છે. આ ખાસ મિશનમાં ૮ સપ્ટેમ્બરથી પીઆરએલ દ્વારા તૈયાર કરાયેલુ વિશેષ ઇન્સ્ટ્રૂમેન્ટ છજીઁઈઠ કામ કરતું થશે. વર્ષ ૨૦૧૫-૧૬ થી આદિત્ય એલ૧ મિશન અંતર્ગત પીઆરએલના વૈજ્ઞાનિકો છજીઁઈઠ એટલે કે ‘આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપિરિમેન્ટ’ તૈયાર કરી રહ્યા હતા. ઁઇન્ના ડિન પ્રોફેસર ડી.પલ્લમ રાજુએ કહ્યું કે, અનેક વર્ષોથી અમે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. ધરતી પર આવતા કિરણોનો અભ્યાસ થઈ રહ્યો છે પણ જે પાર્ટિકલ ધરતી સુધી નથી આવતા હવે એનો અભ્યાસ કરવાનો છે. ધરતી પરથી શક્ય સંશોધન થઈ જ રહ્યા છે, પણ જ્યાં સુધી જવું શક્ય નથી એનું સંશોધન આદિત્ય એલ૧ કરશે.
સોલાર વિન્ડના કારણે થતી અસરો અંગે અભ્યાસ આદિત્ય એલ૧ ના માધ્યમાંથી કરીશું. ઁઇન્ના વૈજ્ઞાનિક ડોક્ટર શણમુગમે કહ્યું કે, છજીઁઈઠ ઇન્સ્ટ્રૂમેન્ટ અમે બનાવ્યું છે, જેના બે ભાગ છે. છજીઁઈઠમાં જીઉૈંજી એટલે કે સ્વીસ વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર તેમજ જી્ઈઁજી એટલે કે સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટરનો સમાવેશ થાય છે. ડોક્ટર પ્રશાંત કુમારે કહ્યું કે, આદિત્ય એલ૧ જ્યારે તેના ઓરબિટમાં જશે ત્યારે જીઉૈંજી એટલે કે સ્વીસ વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર કામ કરવાનું શરૂ કરશે. જીઉૈંજી માં બે ઇન્સ્ટ્રૂમેન્ટ છે, જે તેની ચારેય તરફથી આવતા પાર્ટિકલનો અભ્યાસ કરશે, જેને ચલાવવા હાઇ વોલ્ટેજની જરૂર રહે છે. આ ઇન્સ્ટ્રૂમેન્ટને નિયંત્રિત કરવા ડેટા પ્રોસેસ કરવા અલગથી યુનિટ પણ અહીં તૈયાર કરાયું છે.
ડોક્ટર શિવકુમાર ગોયલે કહ્યું કે, જી્ઈઁજી એટલે કે સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર ૨૦ હજાર ઈલેક્ટ્રોન વોલ્ટથી ૨૦ લાખ ઈલેક્ટ્રોન વોલ્ટ મેજર કરી શકશે. એલ૧ પોઈન્ટ પર પહોંચી એટલે સૂર્ય સિવાય અન્ય જગ્યાઓથી પણ પાર્ટિકલ આવતા હોય છે જેને મેજર કરી શકાશે. ૮ સપ્ટેમ્બરથી ઁઇન્ એ બનાવેલા ઇન્સ્ટ્રૂમેન્ટ્સ તેનું કામ શરૂ કરી દેશે. ઁઇન્ ના પ્રોફેસર દિવ્યુએન્દુ ચક્રબર્તીએ કહ્યું કે, છજીઁઈઠ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ એવુ છે જે ચારેય દિશામાંથી આવતા પાર્ટિકલનો અભ્યાસ કરશે, જે પહેલા કોઈએ કર્યું નથી. એલ૧ મિશનની લાઈફ પાંચ વર્ષની હોય છે પણ ઈતિહાસ કહે છે કે તે ૧૫ થી ૨૦ વર્ષ સુધી તે અધ્યયન કરતું રહે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યની ગતિવિધિનો ગહન અભ્યાસ કરવાનો ભારતનો આ પ્રથમ સ્વદેશી પ્રોજેક્ટ છે. મિશન આદિત્ય એલ૧ના માધ્યમથી ઈસરો સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોનાનો અભ્યાસ કરશે. સૂર્યમાં થતી ભયાનક ગતિવિધિની અસર પૃથ્વી પર કેવી અને કેટલી થાય છે તેનો પણ અભ્યાસ થશે.
Recent Comments