ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 24 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી

મેષ :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચરાશિમાં રહેતા આપને આવકવૃદ્ધિ કરનાર, પરિવાર સાથે ખૂબ સારી યાદગાર ક્ષણો આપનાર ,શુક્ર સપ્તાહના અંતભાગમાં ભાગ્યસ્થાને દૈવીકાર્ય થાય.
બહેનો :- પરિવારમાં તમારું માન,સન્માન કિર્તી વધે.

વૃષભ :-આપની રાશિમાં ચંદ્ર મનને પ્રફુલ્લિત રાખનાર, સારાવિચારો અને સપ્તાહના મધ્યમાં ઉત્તમ આવક અને પ્રવાસ આપનાર,સાહસ કરાવે શુક્રનું આઠમા સ્થાને આગમન સ્ત્રીવર્ગ થી વિવાદ ટાળવા પ્રયત્ન કરવો.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે પસંદગીનું પાત્ર મળે,ગૃહિણીને સારું રહે.

મિથુન :- બારમાં વ્યયભુવનમાં ચંદ્ર આવકજાવક સમાન રાખશે,પરંતુ ખર્ચ અચાનક આવી પડે,પ્રવાસ-મુસાફરી થાય,માતા-બહેન-દીકરી-પત્ની માટે ખર્ચ કરવો પડે,શુક્ર સાતમે લગ્નઇચ્છુકોની મનોકામના પૂરી થાય.
બહેનો :- બિનજરૂરી ખરીદી ઉપર કાપ મુકશોતો સારું રહેશે.

કર્ક :- લાભસ્થાનમા ઉચ્ચરાશીમાં ચંદ્ર લાભની તક આપનાર,જૂના સ્ત્રી-મિત્રોને મળવાનો આનંદ અને સંતાનો ની સફળતાનો આનંદ આપે,શુક્ર છ્ઠે જૂના ગુપ્ત રોગો ઊભા ન થાય તેની કાળજી લેવી.
બહેનો :- સંતાનો ની સફળતાનો યશ ચાખવા મળે.

સિંહ :-દશમાં કર્મ ભુવનમાં ચંદ્ર ઉધ્યોગ-ધંધામાં ખુબજ સારો લાભરહે,દૂધ-ડેરી પ્રોડક્ટ પાણીની બનાવટ કે અન્ય સફેદ વસ્તુથી આવક વધે,શુક્ર પાચમે નવા સ્નેહ સબંધો અને ઓળખાણ વધારનાર બને.
બહેનો :-પિતૃપક્ષથી ખુબજ સારો સહયોગ મળતા આનંદ વધે.

કન્યા :-ભાગ્ય સ્થાનમા ચંદ્ર આપના માટે પરદેશ જવાના સ્વપ્ન પૂરા કરવામાં સહાય કરે,ધાર્મિક કાર્યક્રમો બહુજ આનંદથી પૂરા કરવામાં સહાય કરે,શુક્રનું ચોથા સ્થાનમા ભ્રમણ ભૌતિક સુખસગવડ વધારે.
બહેનો :-ભાગ્યની દેવીની કૃપા તમારા પર પૂરી રીતે વરસે.

તુલા:- આઠમા સ્થાનમા ચંદ્ર પાણીવાળી જગ્યાઓ પર જાઓ તો ખુબજ સાવધાની રાખવી,પ્રવાસ-પર્યટનમા ખાસ ધ્યાન રાખવું,પરિવારજનો સાથે આનંદ રહે,ધન-સંપતિ-સુખ સારું રહે,શુક્ર ત્રીજા સ્થાનેભાઈ-ભાંડુ-બહેનથી પ્રેમમાં વધારો થાય.
બહેનો :-વાહન ચલાવવામાં શાંતિ,કામકાજમાં શાંતિ રાખવી.

વૃશ્ચિક :-સાતમા સ્થાને ચંદ્ર દાંપત્ય જીવનમાં મધુરતા વધારનાર,ભાગીદારીના ધંધામાં સારા નિર્ણયો આપે, મન તરંગો શાંત થતાં રાહત રહે,શુક્રનું બીજા સ્થાનમા આગમન વાણીના પાવરથી તમારી આવક વધી શકે.
બહેનો :- વિચારોની પવિત્રતા અને નવા વિચારોની શ્રેષ્ઠતા અર્પે.

ધન :- છ્ટ્ઠાસ્થાનમા ચંદ્ર નું ભ્રમણ રોગ-શત્રુઓ પર વિજય અપાવે,કોર્ટ-કચેરીના કામમાં પણ સારી સફળતા આપે,મોસાળપક્ષથી ખુબજ સારો સાથ-સહકાર મળે,શુક્રનું આપની રાશિમાં આગમન નવી ઉર્જા લાવે.
બહેનો :-સ્ત્રી-રોગોમાં સાચવવું,જૂની પીડાઓ માથી મુક્તિ મળે.

મકર :-પાચમાં સ્થાનમા ચંદ્ર સંતાનોના શિક્ષણ બાબત ખુબજ સારો સહકાર મળતા દરેક કાર્ય હળવાશથી પુરું થાય.મિત્રો-સ્નેહીજનોથી પ્રેમ વધે,શુક્ર બાર ભુવનમાં મોજશોખ પાછળ ખર્ચમાં વધારો કર.
બહેનો :-અધૂરા રહેલ કાર્ય અને શિક્ષણ ની ઈચ્છા પૂરી થાય.

કુંભ :- ચોથા સ્થાનમા ચંદ્ર સ્થાવર મિલકતને લગતા કાર્યો થાય,ખેતીવાડી બાગ બગીચામાં સારી કમાણી રહે,શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રી-પ્રસાધનો ના ધંધામાં લાભ વધે.
બહેનો :- ઘરની વ્યવસ્થા માટે સમય ફાળવી શકો.

મીન :-મિત્ર સ્થાનમા ચંદ્ર તમારી અંદર નવી ઉર્જા અને સાહસમાં વધારો કરે,ભાગ્યોદય માટેની મહેનત હવે પૂરો રંગ લાવે,કુળદેવીની કૃપા વરસે શુક્ર દસમા સ્થાને રાજયોગ જેવા સુખો આપનાર બને .
બહેનો :- તીર્થયાત્રા અને દેવ-દેવીઓ ના કાર્ય કરી શકો.

વાસ્તુ :-શુક્રવાર ના દિવસે પશ્ચિમ દિશામાં પ્રવાસ કરતી વખતે ઘી નો દીવો કરી સૂર્યનારાયણને પાણી ચડાવવું,ગાયત્રીમંત્રનો જાપ અને ઘી થી હોમ કરવો.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Related Posts