ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૫ એપ્રિલ થી ૦૧ મે સુધી
મેષ :- છઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્ય બાબતમાં થોડી તકેદારી આપની તંદુરસ્તી જાળવવામાં મદદ કરશે. કોર્ટ કચેરી કે મોસાળ પક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બુધ મહારાજની આપની રાશિ માંથી વિદાઈ બીજાસ્થાને ધન લાભ આપે.
બહેનો :- નાની મોટી શારીરિક ફરીયાદોમાથી મુક્તિ મળે.
વૃષભ :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ શૈક્ષણિક ક્ષેત્ર, સંતાન અને નાણાકીય બાબતમાં લાભ કરાવનાર બને. નવા સ્ત્રીમીત્રોનો પરિચય થાય. બુધનું આપની રાશિમાં આગમન અગત્યના નિર્ણયો લઇ શકો.
બહેનો :- અધુરી શિક્ષણની ઈચ્છા પૂરી કરવાની તક મળે.
મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સુખ સગવડો અને ભૌતિકતા વધારવામાં મદદ મળે. ધંધાકીય ક્ષેત્રમાં આર્થિક સગવડોમાં સારું રહે. બુધનું વ્યય ભુવનમાં આગમન ધંધા ઉધ્યોગ ક્ષેત્રમાં રોકાણ વધે.
બહેનો :- મોસાળ પક્ષથી કોઈ સંદેશ કે મળવાનું થાય.
કર્ક :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપની સાહસ વૃતિ અને હિમતમાં વધારો કરનાર ભાગ્યોદય માટેના દરવાજા ખોલવામાં મદદરૂપ થનાર અને દૈવી કાર્યમાં તત્પરતા રખાવે. બુધ લાભ સ્થાને જુના નાણા પરત આવતા ધન લાભ રહે.
બહેનો :- અધુરી માનતાઓ કે દેવ દર્શનની ઈચ્છા પૂર્તિ થાય.
સિંહ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં યોગ્ય અને તટસ્થ નિર્ણયો, ધંધાકીય આવક અને ધન સંપત્તિનું સુખ વધારનાર બને. બુધનું દશમાં સ્થાને ભ્રમણ નોકરીયાત વર્ગ માટે બદલી, બઢતીનાં ચાન્સ વધારે.
બહેનો :- વાણીની શક્તિ અને વિવેક વૃતિ યશ અપાવે.
કન્યા :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ અનેક અટવાયેલા કાર્યને બહુજ શાંત ચિતથી પુરા કરવાનો આત્મવિશ્વાસ આપે. દામ્પત્યજીવનમાં સારું રહે. બુધ રાશિનો સ્વામી ભાગ્ય સ્થાને આવતા ભાગ્યોદયની તક આવી શકે.
બહેનો :- ચિતની વૃતિ નિર્મળ અને શાંત રહે, આનંદ થાય.
તુલા:- બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનં ભ્રમણ વેપારીવર્ગ અને નોકરીયાત વર્ગને ખર્ચ વધવાની સંભાવનાઓ વધે. કોઈ બિનજરૂરી ખર્ચ કરવાના હોય તો બચવું. બુધનું આઠમા સ્થાને ભ્રમણ આકસ્મિક ધન લાભ મળવાની સંભાવના રહે.
બહેનો :- જરૂરીયાત પુરતી વસ્તુ પાછળ ખર્ચ કરવો જરૂરી.
વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક રીતે લાભની તક આપતા હોય સ્ત્રી મિત્ર કે અન્ય સ્નેહીજનો, શિક્ષણ સંસ્થાની પણ આપને લાભ વધે. બુધનું સાતમાં સ્થાને આગમન નવી ભાગીદારીનાં ધંધાનાં મંડાણ થઇ શકે.
બહેનો :- સંતાનોના કાર્યની સિદ્ધિ તમારી યશ કલગીમાં વધારો કરે.
ધન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ખાસ કરીને ઉદ્યોગ, સ્ટેશનરી, કાગળનાં ઉદ્યોગ, દલાલી, વકીલાતના કાર્યમાં ધન પ્રાપ્તિના યોગો વધારનાર બને. બુધનું છઠા સ્થાને આગમન, જૂની બીમારીઓમાં વધુ ધ્યાન આપવું.
બહેનો :- ગૃહઉદ્યોગનાં ધંધામાં ધન પ્રાપ્તિમાં વધારો થાય.
મકર :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર પરદેશને લગતી કામગીરીમાં વેગ આવે. ભાઈ ભાંડુને યોગ્ય સહકાર આપી આગળ વધારી શકો. બુધ મહારાજનું પાંચમાં સ્થાને આગમન, મિત્રોથી ધન લાભમાં વધારો.
બહેનો :- દૈવી કાર્ય કરવાનો શુભ અવસર મળતા આનંદ વધે.
કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર ભ્રમણ પત્નીના પક્ષેથી કોઈ સમાચારોનું આગમન મનને વ્યાકુળ કરે. વારસાઈ સંપતિના પ્રશ્નો સામે આવે. બુધનું ચોથા સ્થાને આગમન દસ્તાવેજના કાર્ય પુરા થઇ શકે.
બહેનો :- વાહન ચલાવવામાં ખુબ જ કાળજી લેવી.
મીન :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ દામ્પત્યજીવન અને ભાગીદારી માટે ખુબ જ સારો સમય લાવનાર, તમારું મન શાંતિનો અહેસાસ કરતા ખુશ રહીં શકો. બુધ ત્રીજા સ્થાને કોઈ દૈવી શક્તિનો અનુભવ થાય.
બહેનો :- પતિ પત્નીના સંબંધોમાં મજબુતાય આવે.
વાસ્તુ :- હનુમાનજયંતીના દિવસે શનિની પનોતી વાળા મિત્રોને ખાસ હનુમાનજીની ઉપાસના, હનુમાન ચાલીસા, બજરંગબાણનાં પાઠ કરવા.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments