ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ ડીસેમ્બર થી ૦૨ જાન્યુઆરી સુધી


મેષ :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિ માં રહેતા આવક ના સ્ત્રોત વધારનાર પારિવારીકજીવન માં સુખ શાંતિ નોઅનુભવ કરાવનાર કુટુંબ પરિવાર સાથે નાના મોટા પિકનિક પ્રવાસ નું આયોજન શક્ય બને.
બહેનો :-વાણી ની સુંદરતા માં વધારો થાય પરિવાર માં યશ મળે.
વૃષભ :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ ખુબજ આનંદદાયક ક્ષણો આપનાર નવા નવા સુંદર વિચારો ને અમલ માં મુકાવનારદાંપત્યજીવન માં ખૂબ જ સારો પ્રેમ હુફ અને સહકાર ની ભાવના વધારનાર બને.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારો સમય આવે નવી ઓળખાણ થાય.
મિથુન :- રાહુ સાથે બાર માં સ્થાને ચંદ્ર ની યુતી આવક કરતાં જાવક વધારે રહે નવા નવા ખર્ચ ના આગમન થાય પ્રવાશમુસાફરી નો ખર્ચ વધવાની શક્યતા રહે.
બહેનો :- સ્ત્રી રોગો અને મુસાફરી માં આરોગ્ય બાબત સાવધાન રેહવું.
કર્ક :- લાભ સ્થાને રહું સાથે ચંદ્ર નું ભ્રમણ અચાનક લાભ અને ધન પ્રાપ્તિ ના યોગ લાવનાર બને આપના યોગ્ય સમયે રોકાયેલાનાણાં નું પૂરતું વળતર પ્રાપ્ત કરી શકો સ્ત્રી મિત્રો કે જૂના મિત્રો ને મળવાનો આનંદ વધે.
બહેનો :-સંતાનો ના કાર્ય માં સુંદર પરિણામો આનંદ આપે.
સિંહ :-દશ માં સ્થાને ચંદ્ર ની રાહુ સાથે યુતિ રહેતા ધંધાકીય ક્ષેત્ર માં રહેલી અડચણો નો ધીમે ધીમે સફળતા પૂર્વક નો ઉકેલ આવેનવા ધંધા માટે ના પ્રયત્નો સફળતાના શિખરોસર કરવામાં ખૂબ સહાયરૂપ બને.
બહેનો :- પિતૃગૃહે થી સુભ સંદેશ ની પ્રાપ્તિ આનંદ વધારે.
કન્યા :-ભાગ્યભુવન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે ની ઉત્તમ તક લાવનાર પરદેશ કે જલમાર્ગ થી ખુબજ સારા સમાચાર અનેધાર્મિક વિઊધી વિધાન ના કાર્ય માં વ્યસ્ત રખાવનાર બને નવા સાહસ કરી શકો.
બહેનો :- ધર્મ કાર્ય તીર્થ યાત્રા દેવ દર્શન ની તક મળે.
તુલા :- આઠમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ખાસ તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બનશે કોઈ પણ સાથે વાદ વિવાદ માંઉતરતા પહેલા સો વખત વિચાર કરવો કોઈ ની વાત માં ભોળવાય ને ક્યાય જમીન કે સાક્ષી થવું નહીં.
બહેનો :- દરેક કાર્ય માં શરીરી અને વાણી ને સંભાળવા પડે.
વૃશ્ચિક :- સાતમા સ્થાને દાંપત્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ખોટા વિચારો ને પ્રધાનતા ન આપતા યોગ્ય અને સુંદર વિચારો ને સ્થાનઆપવું જરૂરી બને પતિ પત્ની ના સબંધો માં અને ભાગીદારી ના સબંધ માં સારું રહે.
બહેનો :- મનોકામના ની પૂરતી આનંદ વધારનાર બને.
ધન :- છઠ્ઠા સ્થાને ચંદ્ર રાહુ સાથે પોતાની ઉચ્ચ રાશિ માં રહેતા ગુપ્ત શત્રુ ઑ અને જાહેર શત્રુ ઑ ઉપર તમારો વિજય નિશ્ચિતથાય પરંતુ આરોગ્ય બાબત માં તમારે સંભાળવું પડે બિન જરૂરી દોડ ધામ ટાળવી પ્રયત્ન કરવો
બહેનો :- જૂની પીડા અને જૂના રોગો માઠી મુક્ત થવાનું બને.
મકર :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનલક્ષી કાર્ય કે શૈક્ષણિક કાર્ય માટે સારો રહે લાભ સ્થાન ઉપર સીધી દ્રષ્ટિ રહેતા નધાર્યા હોય એવ નાણાં પરત આવતા તમારું કાર્ય સરળ બને મિત્રો થી લાભ વધે.
બહેનો :- અધૂરા મુકાયેલા સબંધો ફરી જીવિત કરવાનો સમય મળે.
કુંભ :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સુખ સગવડો માં વધારો કરનાર બને માતરું પક્ષ તરફ થી ખુબજ સારો આર્થિક કે સામાજિકસહયોગ મળતા તમને વધુ સારી રીતે કામ કરવાની પ્રેરણા અને ઉત્સાહ વધે.
બહેનો :- પિયર પક્ષ કે મોસાળ પક્ષ માં જવાનું થાય.
મીન :- ત્રીજા સ્થાને ચંદ્ર આપને ભાગ્યોદય માટે ની ઉત્તમ પળ આપનાર પ્રવાશ મુસાફરી થી સારો ધંધાકીય લાભ આપનારભગવદ કાર્ય કરવાનું સારું બળ અને પ્રોત્સાહન પૂરું પાડનાર બને સમય સારો રહે.
બહેનો :- ભાઈ ભાંડુ થી ખૂબ સારું બળ અને હિમ્મત મળે.
વાસ્તુ :- ઘાર ના ઈશાન ખૂણા માં ક્યારે પણ સંડાસ બાથરૂમ રાખવા નહીં ફક્ત મંદિર કે પાણી માટે ની વ્યવસ્થા રાખવી.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Related Posts