ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૧ ફેબ્રુઆરી થી ૨૭ સુધી

મેષ :- આજે રાત્રી સુધિ બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં આનંદ પ્રમોદ આપનાર નાણા મોટા પ્રવાસ પીકનીક આપનાર આવકમાં સારી વૃદ્ધિ કરાવનાર બને, મંગળ બીજા સ્થાને જતા ખુબ જ સારી ધનસંપત્તિ આપે.
બહેનો :- પરિવાર, કુટુંબમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થાય, યશ મળે.
વિદ્યાર્થી :- નાના નાનાં કાર્યોનો મોટો યશ મળે.

વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિમાં રહેતા ખુબ જ સારા કાર્ય કરાવનાર સમાજમાં તમારું નામ વધારનાર, દામ્પત્ય જીવન કે ભાગીદારીમાં યોગ્ય નિર્ણયો લેવડાવે. મંગળ આપની રાશિમાં રાહુ સાથે રહેશે તો દરેક કાર્ય શાંત ચિતે કરવું
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય સમય રહે, લગ્ન જીવનમાં સારું
વિદ્યાર્થી :- વિચારોની સુંદરતામાં વધારો થાય.

મિથુન :- વ્યય ભુવનમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ બિન જરૂરી ખર્ચમાં વધારો કરાવે મુસાફરી પાછળ, સ્ત્રીવર્ગ કે અન્ય માતૃવર્ગ માટે ખર્ચના પ્રસંગો ઉભા થાય મંગળનું વ્યય ભુવનમાં આગમન દરેક વાતમાં શાંતિથી વર્તવું જરૂરી.
બહેનો :- પ્રવાસ, મુસાફરી દરમ્યાન આરોગ્યની કાળજી લેવી.
વિદ્યાર્થી :- શિક્ષણ કાર્યમાં ખર્ચની વૃદ્ધિ થાય.

કર્ક :- લાભસ્થાનમાં ચંદ્રનું રહેતા જુના મિત્રોને મળવાનો આનંદ લઇ શકો, જુના ફસાયેલા કે રોકાયેલા નાણા પરત લાવવામાં સફળતા મળી શકે. સંતાનના કાર્ય સરળતાથી થાય, મંગળ, રાહુની લાભ સ્થાને યુતિ ઘણા બધા લાભ આપે.
બહેનો :- શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા હોય તો સારું રહે.
વિદ્યાર્થી :- અભ્યાસમાં સફળતા માટે મહેનત વધારશો.

સિંહ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ રાહુ સાથે રહેતા આપના નજીકના વ્યક્તિ દ્વારા કર્મસ્થાન, ધંધા, નોકરીમાં કોઈ છળ કપટ નાં થાય એની તકેદારી રાખવી. મંગળ ઉદ્યોગ, ધંધામાં પ્રગતિ કરાવનાર બને.
બહેનો :- નોકરીયાત વર્ગને શુભ સમાચાર પ્રાપ્ત થાય.
વિદ્યાર્થી :- પિતૃપક્ષથી ખુબ સારો સહયોગ મળે.

કન્યા :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ રાહુ સાથે રહેતા પરદેશ કે જળમાર્ગથી ખુબ જ સારો ભાગ્યોદય થાય આયાત, નિકાસનાં ધંધામાં પણ સારું રહે, મંગળનું ભાગ્ય સ્થાને ભ્રમણ સાહસ પરાક્રમ વધારનાર રહે.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસનું અચાનક આયોજન થાય.
વિદ્યાર્થી :- પરદેશ અભ્યાસની ઈચ્છા પૂર્તિ થાય.

તુલા :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રાહુ સાથે રહેતા આપના વાણી વિલાસ ઉપર નિયંત્રણ નહિ રાખો તો પાછળથી ખુબ જ પસ્તાવાનો વારો આવી શકે. મંગળનું આઠમા સ્થાને આગમન વાહન, અગ્નિ, ઇલેક્ટ્રિકથી સાવધાની રાખવી.
બહેનો :- અજાણી વ્યક્તિથી ખુબ જ સાવધાની રાખવી.
વિદ્યાર્થી :- ક્યાય વાદ વિવાદમાં પડવું નહિ.

વૃશ્ચિક :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ જીવનના ઘણા બધા અગત્યના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય, તમારા નવા વિચારોનો અમલ કરાવી શકો, મંગળનું સાતમાં સ્થાને આગમન એક અનેરો જુસ્સો અને ઉત્સાહ વધારે.
બહેનો :- મનની મુરાદ અને ઇચ્છીત વસ્તુની પ્રાપ્તિ થઇ શકે.
વિદ્યાર્થી :- દરેક શુભ સંકલ્પોને સિદ્ધ કરવાનું બળ મળે.

ધન :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ રોગ, શત્રુ સ્થાનમાં રહેતા જુના રોગોમાં ખુબ જ સારી રાહત આપે, મોસાળ પક્ષના કાર્ય માટે દોડધામ રહે, મંગળનું છઠે આગમન કોર્ટ કચેરી, છુપા શત્રુઓ ઉપર વિજય અપાવે.
બહેનો :- આરોગ્ય બાબત વધુ કાળજી રાખશો તો સારું રહેશે.
વિદ્યાર્થી :- બિનજરૂરી ખાણી પીણીથી દુર રહેવું.

મકર :- પાંચમાં સ્થાને ચંદ્ર સંતાન લક્ષી કાર્ય, ધંધા વ્યવસાયના કાર્યમાં ઝડપ આપનાર જુના અત્યંત નજીકના મિત્રોને મળવાનો આનંદ આપનાર મંગળનું પાંચમાં સ્થાને આગમન નવા સંબંધો બનાવનાર બને.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણનાં સ્વપ્નને સાકાર કરી શકો.
વિદ્યાર્થી :- અભ્યાસમાં ખુબ સારી પ્રગતિના સંકેત મળે.

કુંભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશીમાં રહેતા ભૌતિક સુખ સગવડો આપનાર, ખેતીવાડી, બાગ બગીચા કે રાજકારણને લગતા કાર્યમાં વ્યસ્ત રખાવે. મંગળ ચોથા સ્થાને સ્થાવર મિલકત આપે.
બહેનો :- માતૃપક્ષે પ્રસંગોનું આયોજન થાય.
વિદ્યાર્થી :- મોસાળ પક્ષે જવાનો આનંદ વધે.

મીન :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર રાહુની યુતિ દરેક કાર્યમાં સફળતા આપનાર તમારી આંતરિક તાકાત મજબુત કરી સાહસમાં વધારો કરાવનાર અને મંગળનું ત્રીજે આગમન ભાગ્યતા દરવાજા ઉધાડ્નાર બને.
બહેનો :- ભાઈ ભાંડુથી ખુબ સારો આનંદ સ્નેહ વધે.
વિદ્યાર્થી :- ભાગ્યની દેવીની કૃપા વરસે.

વાસ્તુ :- જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે, સંકટો આવે ત્યારે દુર્ગા સપ્તક્ષતિ ( ચંડીપાઠ ) નાં પાઠ અને ઇષ્ટ ઉપાસના સિદ્ધિદાયક બને છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Related Posts