ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૬ મે થી ૨૨ મે સુધી

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૬ મે થી ૨૨ મે સુધી.

મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનં ભ્રમણ આપની રાશિનાં સ્વામી મંગળ સાથે યુતિ કરતા આપને ભાગ્યોદયની તક આપનાર પરદેશથી ખુબ જ સારા સમાચાર અને ધર્મકાર્ય કે અન્ય સામાજિક સેવાના કાર્યમાં તત્પર રખાવનાર બને.
બહેનો :- ભાઈ ભાંડુ થી ખુબ જ સારો પ્રેમ અને હુંફ મળે.

વૃષભ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં વાતાવરણ સારું રાખે. આર્થિક દ્રષ્ટીએ ધન લાભ સારો મળે, પરંતુ સૂર્ય, રાહુની યુતિ આપની રાશિમાં હોય બિન જરૂરી વિચારધારાઓને સ્થાન ના આપશો.
બહેનો :- પરિવારમાં તમારું આત્મ સન્માન વધે, પ્રસંશા મળે.

મિથુન :- આપની રાશિમાં ચંદ્ર, મંગળની યુતિ લગ્ન ઈચ્છુક યુવાનો માટે યોગ્ય પાત્રની પસંદગીની તક આવે, ધંધાકીય ક્ષેત્ર માટે કે ભાગીદારીમાં સારા અને તટસ્થ નિર્ણયો લેવાની અનુકુળતા વધે, સંપતિથી સારું રહે.
બહેનો :- મનની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો આનંદ વધે.

કર્ક :- બારમાં સ્થાને ચંદ્ર મંગળની યુતિ આવક જાવક માટેની તમારી ધારણાઓથી વિપરીત પરિણામો આપે, આ સમય દરમ્યાન જરૂર નાં હોય તો બિનજરૂરી નાણાનો વ્યય નાં થઇ જાય એનો ખાસ ખ્યાલ રાખવો પડે.
બહેનો :- મુસાફરી કે આરોગ્યની બાબતમાં તકેદારી રાખવી.

સિંહ :- લાભ સ્થાને ગોચરના ચંદ્રનું ભ્રમણ મંગળ સાથે રહેતા અચાનક નાણાકીય સંકટને દુર કરનાર જુના નાણા પરત લાવવામાં ન ધાર્યું હોય એવી વ્યક્તિનો સહકાર મળતા તમારી મહેનત સફળ થાય.
બહેનો :- જુના મિત્રો, સહેલીઓથી વાતચીત થતા આનંદ રહે.

કન્યા :- દશમાં સ્થાને ચાહ ચંદ્ર મંગળની યુતિ, ખુબ જ સારી પ્રવૃતિમાં વ્યસ્ત રખાવે. જમીન, મકાન, વાહન કે અન્ય સ્થાવર મિલકતમાંથી આપને સારી આવક થવાની શક્યતાઓ વધે. ઉધ્યોગ ક્ષેત્રમાં સારું રહે.
બહેનો :- નોકરીયાત વર્ગને બદલી, બઢતીનાં ચાન્સ, ગૃહિણીને ધાર્યા કામો થાય.

તુલા:- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યની દેવીની પૂરી કૃપા તમારી ઉપર વરસતી હોય એવો અનુભવ થાય, જળ માર્ગથી કે અન્ય તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં નવી ઓફર કે તક આવીને ઉભી રહે.
બહેનો :- ધાર્મિક કાર્યમાં પ્રવૃત રહી શકો. ભક્તિ પૂજા પાઠ થાય.

વૃશ્ચિક :- આઠમા સ્થાને કાહ્ન્દ્ર મંગળની યુતિ પારિવારિક જીવનમાં તમારી વાણી ઉપર મધુરતા રાખશો તો ખુબ સારું રહેશે. તમારી નમ્રતા અને વિવેક દ્વારા આવકનાં નવા સાધનો વધારવામાં સફળ થશો. શાંત રહેવું જરૂરી.
બહેનો :-દરેક કાર્યમાં ધીરજની સકોતી થશે, ધ્યાન રાખજો.

ધન :- સાતમાં સ્થાને ચંદ્રનું મંગળ સાથે ભ્રમણ દામ્પત્ય જીવન અને ભાગીદારીમાં વધુ સારી મજબુતાય લાવવા પ્રયત્ન કરશો તો સફળતા મળશે. કેમિકલ, રંગ, રસાયણ કે ખેતી બાબતના નિર્ણયો ફટાફટ આવે.
બહેનો :- માંગલિક કાર્યની કસોટી થશે, ધ્યાન રાખજો.

મકર :-છઠા સ્થાનમાં રહેલ ચંદ્ર આપને વધુ પડતી મુસાફરી ન કરવાની સલાહ સાથે છુપા અને મીઠું બોલનાર વ્યક્તિઓથી ખાસ સાવધાન રહેવાની સુચના કરે છે. કોર્ટ કચેરીના કાર્યમાં વિજય મળે.
બહેનો :- આરોગ્ય બાબત તકલીફ હોય તો દુર થાય.

કુંભ :- પાંચમાં સ્થાને ચંદ્રનું મંગળ સાથે ભ્રમણ સંતાનો માટે તમે જે કઈ કરો છો એ બાબત તમારું કાર્ય સિદ્ધ થશે. તમારા ધંધાકીય કાર્યમાં સંતાન અને મિત્રો બંનેનો સહયોગ પ્રાપ્ત કરી શકશો.
બહેનો :- વર્ષો પછી અંગત સ્નેહીજનનાં સમાચાર કે મળવાનું થાય.

મીન :- ભૌતિક સુખ સગવડોમાં વધારો કરનાર ચંદ્ર મંગળની યુતિ ચોથા સ્થાને રહેતા સપ્તાહના પ્રારંભમાં તમારી દરેક કામનાઓ પૂરી કરવામાં મદદ કરે. નાણાકીય મુશ્કેલીઓનો અંત આવતા રાહત થાય.
બહેનો :- સુખ સાહબી અને ધન સંપતિમાં વધારો થાય.

વાસ્તુ :- ફસાયેલા કે રોકાયેલા નાણા પરત ન આવતા હોય તો એવા વ્યક્તિઓએ ગુરુવારનું વ્રત, લક્ષ્મી નારાયણની પૂજા અને ઓમ નમો ભગવતે લક્ષ્મીપતયે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની દરરોજ ૧૧ માળા કરવી.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Related Posts