મેષ :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને આરોગ્ય બાબત અને કોર્ટ કચેરીના પ્રશ્નો બાબત વિશેષ ધ્યાન આપવાની ફરજ પડશે. બિનજરૂરી દોડધામ ન કરવી. શુક્રની ત્રીજા સ્થાને ભ્રમણ દૈવી ઉપાસનાનાં કાર્ય વધારવામાં મદદ કરે.
બહેનો :- જુના રોગોમાં ફરી સપડાય ન જવાય તેની કાળજી લેવી.
ઓમ ભૌમાય નમઃ નાં જપ ગ્રહણ વખતે કરવા, અંગારક ચોથનો પાઠ કરવો.
વૃષભ :- પાંચમાં સ્થાને ચંદ્ર શિક્ષણ જગત, સંતાનો અને આપના સ્નેહ સંબંધોમાં સારી પ્રગતિ અને મિત્રો તરફથી લાભ કરતા સમય મળી રહે શુક્રનું બીજા સ્થાને ભ્રમણ થતા આર્થિક બાબતમાં ખુબ સારું રહી શકે.
બહેનો :- નવા નવા પરિચયો ભવિષ્યમાં લાભ આપનાર બને.
ઓમ શુક્રાય નમઃ નાં જાપ દૈવી અર્થવ શીર્ષનો પાઠ કરવો.
મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનં ભ્રમણ દરેક પ્રકારના સુખ વધારનાર, ભૌતિક સમૃદ્ધિમાં પણ સારું રહે. સ્થાવર મિલ્કતનાં કાર્ય પુરા કરી શકો. શુક્ર આપની રાશિમાં આવતા અનેક પ્રકારના આનંદ આપનાર બને.
બહેનો :- માતાપિતા તરફથી શુભ સંદેશ પ્રાપ્ત થાય.
ગ્રહણ વખતે ઓમ બુધાય નમઃ મંત્ર જપ અને ગાયત્રી મંત્ર જપ કરવા.
કર્ક :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના સાહસોની સિદ્ધિ આપનાર પરદેશને લગતી કામગીરીને તીવ્ર વેગ આપનાર, ભાગ્યોદય માટે સારો રહે. શુક્રનું બારમાં સ્થાને ભ્રમણ મોજશોખ પાછળ ખર્ચ વધારનાર બને.
બહેનો :- ધાર્મિક કાર્ય માટેનો ઉત્સાહ વધે, ધર્મકાર્ય થાય.
ગ્રહણ સમયે ઓમ સોમાય નમઃ અને ત્ર્યંબક મંત્રનાં જાપ કરવા.
સિંહ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં તમારું વર્ચસ્વ વધે. ધંધાકીય આયોજનો સફળ થટા નાણાકીય સંકટ દૂર થાય. શુક્રનું લાભ સ્થાને આગમન, સ્ત્રીમિત્રો, સખી પ્રસાધાનથી ધનલાભ વધી શકે.
બહેનો :- પ્રવાસ, પર્યટન, પીકનીકનો આનંદ મળે.
ગ્રહણ સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્ર અને ગાયત્રી ઉપાસનાં કરવી.
કન્યા :- આપની રાશિમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ ખુબ જ સારા વિચારોને પ્રધાનતા આપનાર, ઉદારતાવાદી અને સહાનુભુતિ વાળા બનાવનાર દરેક નિર્ણયો શ્રેષ્ઠ રહે. શુક્રનું દશમાં સ્થાને ભ્રમણ ઘણા બધા સુખ વધારનાર બને.
બહેનો :- દામ્પત્ય જીવનમાં પ્રેમ માંધુર્તામાં વધારો થાય.
ગ્રહણ સમયે ઓમ સૌભાગ્ય નમઃ અને કવચના પાઠ કરવા.
તુલા:- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આરોગ્ય અને નાણા બંને બાબતની કાળજી લેવી, ખોટા ખર્ચ કરવાથી બચશો, તો સમય પણ સાથ આપશે. શુક્રનં ભાગ્ય સ્થાને ભ્રમણ અચાનક ભાગ્યોદયની તક આપી શકે.
બહેનો :- આરોગ્ય અને પૈસા બાબત કાળજી નહિ લો તો પસ્તાવું પડે.
ગ્રહણ સમયે ઓમ ભાર્ગવાય નમઃ અને કુળદેવીનાં મંત્ર જપ કરવા.
વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ આજે રાત્રી સુધી રહેતા અનેક પ્રકારના લાભ આપનાર બને. જુના ફસાયેલા નાણા પરત લાવવામાં સફળતા મળે. શુક્રનું આઠમા સ્થાને ભ્રમણ પત્નીના વારસાઈ સંપતિનાં પ્રશ્નો હાલ થાય.
બહેનો :- સખી સહેલીઓ અને સંતાન સાથે સારું રહે.
ગ્રહણ સમયે ઓમ ભૂમિપુત્રાય નમઃ અને ગણેશસ્ત્રોતનાં પાઠ કરવા.
ધન :- દશમા સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ માટે શુભ સમાચાર અને ઉદ્યોગ ધંધાના ક્ષેત્રમાં નવા લાભ પ્રદાન કરનાર અને શુક્રનું સાતમેં ભ્રમણ લગ્ન ઇચ્છુકોની મનોકામના પૂર્ણ થાય, દામ્પત્ય જીવનમાં સારું.
બહેનો :- ગૃહ ઉપયોગી વસ્તુનું વેચાણ વધે, નોકરીયાતને લાભ રહે.
ગ્રહણ સમયે ઓમ બ્રહ્સ્પતએ નમઃ અને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો.
મકર :- નવમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્ય ભુવનમાં રહેલા ભાઈ ભાંડુંનો યોગ્ય સહકાર મેળવી શકો. આયાટ નિકાસ કે અન્ય પરદેશ થી લાભ રહે. શુક્રનું છઠે ભ્રમણ મુત્રપિંડ, પથરી, પ્રોસ્ટેટની બીમારીમાં સાવધાન રહેવું.
બહેનો :- ભાગ્યની દેવી કૃપા વરસાવે, ઈચ્છિત કાર્ય થાય.
ગ્રહણ સમયે ઓમ શનૈસ્ચરાય નમઃ જપ, શનિ ચાલીસાના પાઠ કરવા.
કુંભ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દરેક કાર્યમાં સાવધાની રાખશો તો વધારે સારું રહેશે, મગજ ઉપર અને વાણી ઉપર નિયંત્રણ રાખવું તો શાંતિ રહેશે. શુક્રનું પાંચમે ભ્રમણ સંતાનો મીત્રોથી લાભ વધારનાર બને.
બહેનો :- વાહન ચલાવવામાં અને ધરનાં કાર્યમાં એકાગ્રતા રાખવી.
ગ્રહણ સમયે ઓમ હનુંમંતે નમઃ નાં જપ બજરંગબાણનાં પાઠ કરવા.
મીન :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવન ભાગીદારીમાં ખુબ જ સારા સમજણ પૂર્વકનાં નિર્ણયો લેવામાં સફળ થશો. મનની સ્થિતિ શાંત રહે. શુક્રનું ચોથા સ્થાને આગમન ભૌતિક સુખ સગવડો વધારનાર બને.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે નવી વાત આવે, દામ્પત્યમાં મીઠાશ રહે.
ગ્રહણ સમયે ઓમ ગુરુવે નમઃ અને દત્ત બાવનીના પાઠ કરવા.
વાસ્તુ :- સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ વખતે કરવામાં આવેલ જપ એક હજાર ગણું અને દાન અનંત ગણું ફળ આપે છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386.
Recent Comments