ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૩૦ મે થી ૦૫ જુન સુધી.
મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને ધંધામાં ખુબ સારું વળતર,વાહન,જમીન, જૂની વસ્તુના ધંધામાં, લોખંડ હાર્ડવેરના ધંધામાં લાભ અને નાણા આપે, મંગળનું ચોથા સ્થાને આગમન સ્થાવર મિલકત અપાવે.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં નાણાકીય સગવડ થાય, પિતૃપક્ષે આનંદ રહે.
વૃષભ :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર પરદેશથી સારા સમાચાર અપાવનાર ભાગ્યની દેવી ધીમે ધીમે આપનું કાર્ય સરળ કરનાર, મંગળનું બીજે આગમન સાહસ વધારનાર અને બુધ આપની રાશિમાં વક્રી થઇ આવતા નિર્ણયો લેવડાવે.
બહેનો :- વાર્ષિક અનુષ્ઠાનોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ શકો.
મિથુન :- આઠમાં સ્થાને ચંદ્ર, શનિની રાશિમાં રહેતા વાહન ચલાવવામાં કે લોખંડની વસ્તુમાં સાવધાની પૂર્વકનું વર્તન કરવું. જરૂર પુરતું બોલવાથી પણ સારું રહે, બીજા સ્થાનમાં મંગળ, પરિવારજનો સાથે આનંદ પૂર્વક રેહવા પ્રયત્ન કરવો.
બહેનો :- મનની એકાગ્રતા ભંગનાં થાય એનું ધ્યાન રાખવું.
કર્ક :- સાતમાં સ્થાને ચંદ્રનું દામ્પત્ય અને ભાગીદારી સ્થાનમાં ભ્રમણ આવી સમજણ આપનાર નવા અને સારા નિર્ણયો લેવડાવનાર બને. મંગળનું આપની રાશિમાં નીચ સ્થાનમાં રહેવાથી દરેક વસ્તુમાં વિચાર કરી આગળ વધવું. બુધ લાભ સ્થાને આકર્ષક લાભ આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સુંદર સમય, દામ્પત્ય જીવનમાં સંતાનનાં કાર્ય થાય.
સિંહ :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રોગ શત્રુઓ ઉપર વિજય મેળવવામાં સફળ થશો, છતાં સંભાળવું પડે. મંગળનું બારમાં સ્થાને આગમન મુસાફરીમાં શરીરને સાચવવું પડે, બુધ દશમાં સ્થાને, ઉદ્યોગ ધંધામાં લાભ રહે.
બહેનો :- જૂની પીડાઓ દુર થતા રાહતનો શ્વાસ લઇ શકો.
કન્યા :- પાંચમાં સ્થાને ચંદ્ર, સંતાન લક્ષી નિર્ણયો લેવડાવનાર અને શિક્ષણ કાર્યથી લાભ આપનાર બને. જુના મિત્રોને મળવાનો આનંદ રહે. મંગળનું લાભ સ્થાને આગમન, જુના નાણા પરત લાવવામાં સહાય રૂપ બને.
બહેનો :- શિક્ષણક્ષેત્ર સ્થાને સંકળાયેલા હોય તો સારો લાભ મળે.
તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલકત, ખેતીવાડી અને બાગ બગીચાની ખેતી બાબત સારા નિર્ણયો લેવાતા તમારી ચિંતા દુર થતી જણાય. મંગળનું દશમેં આગમન રંગ, રસાયણ, કેમિકલના ધંધામાં આવક વધે.
બહેનો :- માતા પિતા તરફથી આનંદ દાયક સમાચાર મળે, પિતૃપક્ષે જવાનું થાય.
વૃશ્ચિક :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેના તમારા તમામ પુરુષાર્થમાં ઈશ્વરીય કૃપા ભળતી હોય એવો અનુભવ થાય. અને તમારી મહેનત સફળ થાય, રાશિનો સ્વામી, ભાગ્ય સ્થાને ભાગ્યોદય કરાવવાની તક આપે.
બહેનો :- ભાઈ ભાંડુથી સારું રહે, ધર્મ કાર્ય થાય.
ધન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ લાભ આપનાર, ધન, સંપતિ, પરિવારની ચિંતાઓ હળવી કરવામાં મદદરૂપ થનાર બને. મંગળ આઠમા સ્થાને આવતો હોય, વાહન, વીજપ્રવાહ, અગ્નિ જેવી વસ્તુથી સાવધાની રાખવી.
બહેનો :- પરિવારમાં તમારું આત્મ સન્માન વધે.
મકર :- આપની રાશિમાં ચંદ્ર, શનિ મહારાજની રાશિમાં હોવાથી થોડી જૂની વિચારધારાઓ મગજમાં જાગૃત થાય. દામ્પત્ય જીવન કે ભાગીદારો સાથે સ્નેહ પૂર્વકનું વર્તન રાખવું. મંગળ સાતમે, જમીનથી સારો લાભ રહે.
બહેનો :- લગ્ન ઇચ્છુકોની આકાંક્ષા પૂર્તિ થાય.
કુંભ :- વ્યય ભુવનમાં ચંદ્ર નાણાકીય કટોકટી હજુ ચાલુ રહેતા, મન ડામાડોળ રાખનાર બને, પરંતુ આ માટે નાણાકીય બજેટ સંભાળવું પડે, ખર્ચ કરવામાં વિચારવું, મંગળ છઠા સ્થાને જુના રોગોમાંથી મુક્ત કરાવે.
બહેનો :- આરોગ્યની પુરતી કાળજી લેશો, તો સમય સારો રહે.
મીન :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક જુના અને વડીલ મિત્રોના સાથ, સહકારથી તમારું કાર્ય પૂરું કરી શકો. આર્થિક લાભ અને સંતાનોથી સારું રહે, મંગળ પાંચમાં સ્થાને આવતા ઉછીના આપેલા પરત લાવી શકો.
બહેનો :- સખી સહેલીઓ કે જુના મિત્રોના પ્રસંગોની જવાબદારી આવે.
વાસ્તુ :- ઘરની અંદર નિયમિત રીતે ધૂપ, દીપ અને થાળ કરવાથી ઈશ્વરની સદેવે શુભ દ્રષ્ટિ અને કૃપા પ્રાપ્ત થઇ શકે છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments