fbpx
રાષ્ટ્રીય

ચંદ્ર પાસે ૫ ગ્રહ એક લાઈનમાં જાેવા મળતા દુર્લભ નજારો સર્જાયો

૨૪ માર્ચના રોજ આકાશમાં લોકોએ એક દુર્લભ નજારો જાેયો હતો. જેમાં અર્ધચંદ્રમાની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકતો ગ્રહ જાેવા મળ્યો હતો. ચંદ્ર અને શુક્રનો આ દુર્લભ નજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હવે આવો જ જ એક અદભૂત નજારો જાેવા મળ્યો, જ્યારે આકાશમાં એક સાથે લાઈનમાં ૫ ગ્રહો જાેવા મળ્યા. ૨૮ માર્ચના રોજ સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એક સાથે જાેવા મળ્યા. જાે પોતાનામાં જ એક અદભૂત ખગોળીય ઘટના છે. તે પણ તેને આકાશમાં નરી આંખે જાેઈ શકો છો.

આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યા બાદ આકાશમાં એક સાથે મંગળ (માર્સ), બુધ (મર્ક્‌યુરી), બૃહસ્પતિ (જ્યુપિટર), શુક્ર (વિનસ), અને અરુણ (યુરેનસ) ચંદ્રમા પાસે લાઈનમાં જાેવા મળ્યા. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ મંગળવાર બાદ હવે આ ઘટના ૨૦૪૦માં જાેવા મળશે. લોકોએ આ ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી. એક સાથે લાઈનબંધ પાંચ ગ્રહોની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમણે ચંદ્રમાની પાસેથી ઝૂમ કરતા એક લાઈનમાં જાેવા મળી રહેલા પાંચ ગ્રહોનો એક વીડિયો શેર કર્યો છે. સૂર્યાસ્ત બાદ આકાશમાં ધીરે ધીરે પાંચ ગ્રહો એક સાથે લાઈનમાં જાેવા મળ્યા. આ નજારો ૩૦ મિનિટ સુધી જાેવા મળ્યો.

Follow Me:

Related Posts