રાષ્ટ્રીય

ચંદ્ર મિશનની સફળતા બાદ ઇસરો ‘આદિત્ય-એલ-૧’ સૂર્ય મિશન માટે તૈયાર છે૨ સપ્ટેમ્બરે લોન્ચ થશે,એલ-૧ પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર છે.

ચંદ્ર મિશનની સફળતા પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવા માટે સંભવતઃ ૨ સપ્ટેમ્બરે સૂર્ય મિશનના પ્રક્ષેપણની તૈયારી કરી રહ્યું છે. ‘આદિત્ય-એલ૧’ અવકાશયાન સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરસ્થ અવલોકન માટે અને એલ-૧ (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનના સીટુ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.એલ-૧ પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર છે.

સૂર્યનું અવલોકન કરવા માટેનું તે પ્રથમ સમર્પિત ભારતીય અવકાશ મિશન હશે, જે સ્પેસ એજન્સી ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. આદિત્ય-એલ૧ મિશનનો ધ્યેય એલ-૧ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે. અવકાશયાન સાત પેલોડ વહન કરશે જે વિવિધ તરંગ બેન્ડમાં ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીની ઉપર) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું અવલોકન કરવામાં મદદ કરશે.

ઇસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આદિત્ય-ન્૧ એ રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારીમાં સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. બેંગલુરુ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ પેલોડના નિર્માણ માટે અગ્રણી સંસ્થા છે. જ્યારે ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, પૂણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજર પેલોડ વિકસાવ્યું છે. આદિત્ય-એલ ૧ અલ્ટ્રાવાયોલેટ પેલોડનો ઉપયોગ કરીને અને એક્સ-રે પેલોડનો ઉપયોગ કરીને જ્વાળાઓનું નિરીક્ષણ કરીને કોરોના અને સૌર રંગમંડળ પર માહિતી પ્રદાન કરી શકે છે.

પાર્ટિકલ ડિટેક્ટર અને મેગ્નેટોમીટર પેલોડ એલ-૧ ની આસપાસ બાહ્ય ભ્રમણકક્ષા સુધી પહોંચતા ચાર્જ થયેલા કણો અને ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી પ્રદાન કરી શકે છે. આ અવકાશયાન બેંગ્લોરમાં યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં તૈયાર કરવામાં આવ્યું છે અને બે અઠવાડિયા પહેલા તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ઇસરોના સ્પેસપોર્ટ પર પહોંચ્યું હતું.ઇસરોના એક અધિકારીએ જણાવ્યું કે, લોન્ચિંગ ૨ સપ્ટેમ્બરે થવાની સંભાવના છે. અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીમાં એલ ૧ ની આસપાસની બાહ્ય ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે. ઈસરોએ જણાવ્યું હતું કે એલ ૧ પોઈન્ટની આસપાસ બાહ્ય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલા ઉપગ્રહને કોઈપણ ગ્રહણ કે ગુપ્ત ગ્રહણ વિના સતત સૂર્યને જાેવાનો મોટો ફાયદો છે. ઈસરોએ કહ્યું કે આનાથી રિયલ ટાઈમમાં સૌર ગતિવિધિઓનું અવલોકન કરવાનો અને અવકાશના હવામાન પર તેની અસરનો વધુ ફાયદો મળશે.

Related Posts