ચકી રાણીનો ખજાનો લેખિકા માધવી આશરાના બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ સમારોહ ભાવનગરમાં યોજાશે

ભાવનગર ગદ્યસભાનાં સંયોજનમાં જાણીતાં બાળવાર્તાકાર અને “ફૂલવાડી” સાપ્તાહિકનાં લેખિકા માધવી આશરાના “ચકી રાણીનો ખજાનો” બાળવાર્તા સંગ્રહનો વિમોચન કાર્યક્રમ તા.૩૦/૪/૨૦૨૩ને રવિવારના રોજ સંકલ્પ હોટલ, ભાવનગર ખાતે સાંજે ૪:૩૦ કલાકે પ્રખર સાહિત્યકાર શ્રી નટવર ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શ્રી અવિનાશ પરીખ તેમજ અતિથિ વિશેષ તરીકે સ્નેહલ નિમાવત, માનનીય મેયરશ્રી કીર્તિબહેન દાણીધારિયા, માનનીય ધારાસભ્યશ્રી સેજલબહેન પંડ્યા, ડૉ. જશવંતસિંહ બી. ગોહિલ તથા ડૉ. મહેન્દ્રસિંહ પરમાર વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. જયારે આ પ્રસંગે અન્ય મહાનુભાવોમાં ડૉ. એ.એમ.યુસુફ જઈ, ડૉ. મનહર ગોસ્વામી, શ્રી કૌશિકભાઈ જગ્ગડ, અમિષાબેન જગ્ગડ ઉપસ્થિત રહી પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરશે. સમગ્ર કાર્યક્રમનનું સંયોજન નટવર વ્યાસ તથા અજય ઓઝાએ કરેલ છે. જ્યારે વરિષ્ઠ સર્જકો સર્વ શ્રી ડૉ. ગંભીરસિંહજી ગોહિલ સાહેબ તથા માય ડિયર જયુ સાહેબે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. કાર્યક્રમનું સંચાલન ડૉ. માનસીબહેન ત્રિવેદી કરશે.
Recent Comments