ચક્રવાતના કારણે આંદામાનમાં ઘણા વિસ્તારમાં વરસાદ
ચક્રવાત આસાનીના પ્રભાવ હેઠળ વરસાદ અને ભારે પવનને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાપુઓ તરફ પ્રથમ ચક્રવાતી વાવાઝોડાની ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને આંતર-દ્વીપ જહાજ સેવા ઉપરાંત, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ ૧૫૦ દ્ગડ્ઢઇહ્લ જવાનોને ટાપુઓના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે અને સાવચેતીના પગલા તરીકે છ રાહત શિબિરો પણ સ્થાપિત કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે હું લોકોને ન ગભરાવાની અપીલ કરું છું, કારણ કે વહીવટીતંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પોર્ટ બ્લેરમાં કુલ ૬૮ દ્ગડ્ઢઇહ્લ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ૨૫-૨૫ જવાનોને દિગલીપુર, રંગત અને હાથબે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે પોર્ટ બ્લેરની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.ઉત્તર અને મધ્ય આંદામાનના જિલ્લા ડેપ્યુટી કમિશનર અંજલિ સેહરાવતે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને દ્ગડ્ઢઇહ્લના જવાનો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એ રવિવારે જારી કરેલી એક ટિ્વટર પોસ્ટમાં જણાવ્યું હતું કે ગઈકાલે બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં આજે ૨૦ માર્ચ, ૨૦૨૨ ના રોજ ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ વાગ્યે રચાયેલ નીચા દબાણનું ક્ષેત્ર લઘુત્તમ દબાણમાં ફેરવાઈ ગયું છે.
ઝોન આગામી ૨૪ કલાક દરમિયાન તે તીવ્ર લઘુત્તમ દબાણ વિસ્તારમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ૈંસ્ડ્ઢ એ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમય અનુસાર સવારે ૮.૩૦ વાગ્યે કાર-નિકોબાર (નિકોબાર ટાપુઓ) ના લગભગ ૧૧૦ કિમી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. ભારતીય સમય અનુસાર બીજા દિવસે સવારે ૫.૩૦ વાગ્યે લઘુત્તમ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના મતે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ પણ આગળ વધે તેવી શક્યતા છે.
ડિરેક્ટોરેટ ઑફ શિપિંગ સર્વિસે ૨૨ માર્ચ સુધી તમામ આંતર-ટાપુ સેવાઓને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય વિશાખાપટ્ટનમથી સ્ફ કેમ્પબેલ જહાજ અને ચેન્નાઈ જતી સ્ફ સિંધુની યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે આ વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજાે પણ બંધ કરી દેવામાં આવી છે.
Recent Comments