ચણાની ટેકાના ભાવે ખરીદી કરો : કૌશિક વેકરીયા
કૌશિક વેકરીયા તરફથી કૃષિમંત્રી સમક્ષ રજુઆત ચણાની ટેકાના ભાવે ખરીદી કરો. સમયસરની ખરીદ પ્રક્રિયાથી ખેડૂતોને મૂલ્યવર્ધક ભાવ મળી રહેશે
કૃષિકારો ચણાના વાવેતર તરફ વધુ વળતા મોટા પ્રમાણમા ચણાનું ઉત્પાદન સંભવીત હોઈ આ ખેત જણસને સમયસર ટેકાના ભાવે ખરીદવા રાજય સરકારમાં કૃષિમંત્રીને જીલ્લા ભાજપ પ્રમખ કૌશિક વેકરીયાએ રજુઆત કરી છે.
કૃષિમંત્રીને કરવામા આવેલ રજુઆતમા વેકરીયા એ જણાવેલ છે કે, ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામા આવતા ખેત જણસના મૂલ્યવર્ધક ભાવોનો લાભ ખેડૂતોને મળી રહે તેમ હોય ટેકાના ભાવે ચણા ખરીદ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યાનું કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments