ચમારડી ગામે ગોપાલક ભરવાડ સમાજ સેવા ગ્રુપ ગુજરાત ના સહેયોગ થી લંપી વાયરસ ની દવા ભટકતા પશુઓ ને આપવામાં આવી.
બાબરા તાલુકા માં હાલ પશુઓ મા લંપી નામ નો વાયરસ જોવા મળી રહ્યો છે. બાબરા ના અનેક ગામો માં આ રોગે પશુઓનો શીકાર કર્યો છે. ત્યારે ગોપાલક ભરવાડ સમાજ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા ગામે ગામ પશુઓ ને આ દવા નુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે બાબરા ના ચમારડી ગામે શ્રી ગોપાલક ભરવાડ સમાજ સેવા ગ્રુપ ગુજરાત ના સહેયોગ થી ચમારડી ગામે રખડતી ભટકતી ગાય માતાઓ ને આ દવા આપવામાં આવી હતી.
ચમારડી ગામ ના ભરવાડ સમાજ ના યુવાનો દ્રારા આ સેવા આપેલ હતી. તેમજ લંપી વાયરસ અહીં જોવા ના મળે તે માટે જહેમત ઉઠાવી હતી. આ સેવા માં ચમારડી ગામ ના લાલાભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ, સીધાભાઈ ભરવાડ, વેલાભાઈ ભરવાડ અને મયુરભાઈ ભરવાડ દ્રારા ગામ મા રહેલ તમામ રજડતી ગાય માતાઓ ને આ દવા આપી હતી તેમજ આ સેવા માં તમામ સહેયોગ આપવા માટે ગોપાલક ભરવાડ સમાજ સેવા ગ્રુપ ગુજરાત નો આભાર માન્યો હતો.
Recent Comments