અમરેલી

ચમારડી-પીર ખીજડીયાના રોડનું શુભમુહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે કર્યું

ચમારડી-પીર ખીજડીયાના ચાર કિલોમીટરના રોડનું શુભમુહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરનાં હસ્તે, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ચમારડી-પીર ખીજડીયાના ચાર કિલોમીટરના રોડનું શુભમુહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરનાં હસ્તે, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત નવા ચુંટાયેલા સરપંચોના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના પીર ખીજડીયા થી ચમારડી ગામ સુધીના ચાર કિલોમીટરના રોડ રૂપીયા ૮૦ લાખના ખર્ચે નવો બનશે. જેનું ખાતમુહૂર્ત આજ રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્રારા કરાવવામા આવ્યું. આ રોડ માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રૂપિયા ૮૦ લાખની ગ્રાન્ટ ફાળવેલ છે. ખીજડીયા ગામે થી ચમારડી ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે આ રોડ માટે ખુબજ મહેનત કરેલ છે. થોડા દિવસો પહેલા ભિલડી ગામે રસ્તા રોકો આંદોલન કર્યૂ હતું. જેના કારણે અડકી પડેલ કામ તત્કાલીન શરૂ કરવામા આવ્યું છે.

ખાતમુહૂર્ત નવા ચુંટાયેલા સરપંચોના હસ્તે કરવામા આવ્યું હતું, સાથે જ કામનુ શુભારંભ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જીલ્લા પંચાયતના પુર્વ તેમજ આ વિસ્તારના સદસ્ય પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, પીર ખીજડીયાના સરપંચ જશુભાઈ, ભરતભાઈ તળાવીયા, ચમારડીના સરપંચઅરવિંદભાઈ મેમકીયા, તાલુકા પંચાયતના સદસ્ય લખુભાઈ બસીયા, ચમારડી જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તળશીભાઈ વસ્તરપરા, માજી સરપંચ વશરામભાઈ મગતરપરા, ભગાભાઇ વસ્તરપરા, કિશોરભાઈ અસલાલીયા, કમલેશભાઈ ડાભી, તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા, તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઇ તેમજ ખીજડીયા, વાલપુર, કુવરગઢ અને ચમારડી ગામના સરપંચો, સદસ્યો તેમની ટીમ, ગામ ના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts