fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચરખડી ગામેથી ૩૯ હજારના મુદ્દામાલ સાથે ૭ જુગારીઓને પકડી પાડતી ગોંડલ પોલીસ

ગોંડલ તાલુકાના ચરખડી ગામે પરા વિસ્તારમાં રોહિત માવાણી વાડી જવાના માર્ગ પર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. ગોંડલ તાલુકા પીએસઆઈ ડી.પી.ઝાલા સહિતની ટીમને મળતા જગ્યા પર દરોડો પાડતાં જુગાર રમી રહેલા રોહિતભાઈ માવાણી, પરેશભાઈ વિરડીયા, સંજયભાઈ માવાણી, બાવનજીભાઈ માવાણી, ધર્મેશભાઈ સરધારા, ભાવેશભાઈ માવાણી, હિરેનભાઈ માવાણી સહિતને રોકડ રકમ રૂપિયા ૩૮,૯૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.ગોંડલ પંથકમાં પોલીસે દ્વારા જુગારના દરોડા ગમે તેટલા પાડવામાં આવે તેમ છતાં પણ જુગારીઓએ જુગાર રમવી લેવાની જાણે કસમ લીધી હોય તેમ લાગી રહ્યુ છે. તાલુકાના ચરખડી ગામે જુગાર રમતા ૭ જુગારીઓને પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા ૩૮,૯૦૦ રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts