ચલાલા ગામ સેવા પ્રવૃતિનું અદકેરૂ ઉદાહરણ છે. અહીં પ્રવેશ કરતાની સાથે જ એવું લાગે કે શાંતિકુંજ હરિદ્વારના કોઈ તીર્થ સ્થાનમાં છીએ. અહીં યજ્ઞથી દિવસ કાર્યની શરૂઆત થાય સાથે વહેલી સવારથી પક્ષીઓના કલરવ સાથે 730 બાળકોમાં ગાયત્રીના ખોળામાં પ્રાર્થના કરી વિદ્યા સંસ્કારની શરૂઆત કરે છે.
વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના આશીર્વાદથી ડો. પ્રણવ પંડયા દ્વારા વર્ષ ર00રમાં અખંડ જયોત પ્રગટાવી આ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા રતિદાદાના માર્ગદર્શન હેઠળ અવિરત સેવાકાર્યો થતા રહયા છે.
આ સેવાકાર્યોમાં ગૌશાળા, સુંસ્કારીત વિદ્યાસંકુલ, વૃઘ્ધો માટેવૃઘ્ધાશ્રમ, શ્રી રામ હોસ્પિટલ, જરૂરિયાતમંદ બાળકો અભ્યાસ તમામ સેવાકીય પ્રવૃતિઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે ચલાવવામાં આવે છે.
ગૌશાળામાં ગંગા, યમુના, સરસ્વતી, કામધેનુ, નંદીની, ક્રિષ્ના, સરયુ, ગોદાવરી નામની ઓરીજનલ ગીર ગાયોનો સેવા સાથે ઉછેર કરવામાં આવે છે.
વિદ્યાસંકુલમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબની પ0 દીકરીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે. સંસ્કાર સાથે શિક્ષણ એ આ સંકુલનો મુખ્ય ઉદેશ છે.
વૃઘ્ધાશ્રમમાં નિરાધાર વૃઘ્ધો માટે ટી.વી., ફ્રીઝ, વોશીંગ મશીન જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડી વૃઘ્ધોની સેવા કરવામાં આવે છે. જેનું નામ પણ માતા પિતાનું ઘર રાખેલ છે. કે જયાં વૃઘ્ધોના દીકરા દીકરી બની સેવા કરવામાં આવે છે.
ચલાલા અને આજુબાજુની દીકરીઓ માટે એક ભવ્ય સ્પોર્ટસ કોલેજ શરૂ થઈ ગયેલ છે જેનું પ્રવેશકાર્ય શરૂ છે.
શ્રી રામ હોસ્પિટલમાં દરેક વિભાગમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. દાંત વિભાગ, જનરલ વિભાગ દરરોજ વિનામૂલ્યે ચાલે છે. જેમાં દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવે છે. સાથે દર શનિવારે આંખ વિભાગમાં નંબર કાઢી આપવામાં આવે છે. દર મહિનાના બીજા રવિવારે ઈ.એન.ટી. વિભાગ પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે.
જરૂરિયાતમંદ 11મા-બાપ વિહોણા બાળકોને અભ્યાસ, રહેવા જમવાની સાથે ઉછેર કરવામાં આવે છે.
દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પમાં અનેક દર્દીઓને મોતીયાના ઓપરેશન કરી દેખતા કરવામાં આવે છે. સર્વરોગ કેમ્પમાં પણ એક મહિનો ચાલે તેટલી આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. આજ દિન સુધીમાં ર3પ કેમ્પો પૂરા કરેલ છે.
દર વર્ષે પ1 થી 101 જેટલા સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહલગ્નો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ કુટુંબની દીકરીઓના હાથ પીળા કરવામાં આવે છે. જેમાં 130 જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવે છે. આ વર્ષે પણ પ1 સમૂહલગ્ન તા.6/ર/રરના રોજ રાખવામાં આવેલ છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
વિકલાંગ ક્ષેત્રમાં અનેક વિકલાંગોને સાધન સહાય કેમ્પો દ્વારા એસ.ટી. પાસ, સાધન સહાયમાં શ્રવણયંત્ર, ઘોડી, વ્હીલચેર, ટ્રાઈસીકલ, કેલીપર્સ, બ્લાઈન્ડ સ્ટીક જેવી અનેક વસ્તુઓ આપવામાં આવે છે. સાથે વૃઘ્ધોને પેન્શનના કાગળ વિધવા બહેનોને સહાય જેવી વિવિધ પ્રવૃતિઓ નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે છે.
1રપ વિધવા બહેનોનું મંડળ બનાવી તેને દર પૂનમના દિવસે સત્સંગ, ચા, પાણી, નાસ્તો, સાડી તથા દર વર્ષે સોમનાથ, દ્વારકાનો યાત્રા પ્રવાસ કરાવવામાં આવે છે.
દર ઉનાળામાં છાશકેન્દ્ર, શિયાળામાં ધાબળા વિતરણ, ગરીબોને ચપ્પલ વિતરણ, તહેવારો પર મીઠાઈ વિતરણ, કપડા વિતરણ કરવામાં આવે છે.
પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે ત્રણ હજાર રોપાઓ વિનામૂલ્યે વિતરણ કરી અલગ અલગ જગ્યાએ રોપવામાં આવે છે અને સાથે તેના ઉછેરનો સંકલ્પ કરાવવામાં આવે છે.
આ તમામ સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે સંસ્થાના વડા રતિદાદાને ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાનો સેવા અને તબીબી ક્ષેત્રનો એવોર્ડ રૂા. પ0 હજાર રોકડ પુરસ્કાર મુખ્યમંત્રી રોપ્યચંદ્રક, પ્રશસ્તિ પત્રક પ્રાપ્ત થયેલ છે.
આવી સદ્પ્રવૃતિઓની જયોતને જલતી રાખવા રતિદાદા, કાર્યકરો, સહભાગીઓ તો મહેનત કરે જ છે પરંતુ આપણી પણ ફરજ છે કે આપણે પણ આવી નિઃસ્વાર્થ સેવા ભાવી સંસ્થાને વેપાર, ધંધો, ઓફિસમાં કામ કરતા પણ આ સંસ્થાને સહયોગ આપી જીવન યાત્રાનું ભાથુ બાંધી શકાય છે. આપના તરફથી મળતું દાન કલમ 80-જી મુજબ કર મુકિતને પાત્ર છે.













Recent Comments