અમરેલી

ચલાલામાં મહાશિવરાત્રીના પાવન પર્વમાં બ્રહ્માકુમારીઝ આયોજિત

ચલાલામાં મહાશિવરાત્રીના પાવન પર્વમાં બ્રહ્માકુમારીઝ આયોજિત દ્વાદશજ્યોર્તિર્લીંગ દર્શન અને પૌરાણિક ભીમનાથ મંદિરમાં શીવ ભગવાનના દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો લેતાં શહેરીજનો.. શિવમંદિરોમાં શીવભકતોએ ખૂબ જ આસ્થા અને ભાવ સાથે દર્શન કરતાં જોવા મળ્યા.દેવોના દેવ શીવ ભગવાનના પાવન પર્વ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય ચલાલા આયોજિત બાર જયોતિર્લીંગના દર્શન આજે સવારે આઠ કલાકથી અંબેધામ મંદિરમાં ખુલ્લા મૂકવામાં આવતા શહેરની ધર્મપ્રેમી જનતાનો અમૂલ્ય દર્શન કરવા સવારથી જ  પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. સાંજ સુધીમાં હજારો ધર્મપ્રેમી જનતા આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતી જોવા મળેલ. સાંજના ૬-૩૦ કલાકે જાહેર સમૂહ આરતી યોજાશે. તેમજ પૌરાણિક ભીમનાથ મંદિરમાં આજ સવારથી જ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો દર્શન કરવા નીકળી પડ્યા હતાં. સવાર બપોર અને સાંજની આરતી અને બપોરે હજારો ભાવિકજનોએ પ્રસાદી ફરાળનો અમૂલ્ય લ્હાવો લીધો. તેમજ શહેરમાં આવેલ મહાદેવ પરા, મોચી બઝાર, ફૂલવાડી પ્લોટ, દાનેવ સોસાયટી, પૂ. દાનબાપુની જગ્યા, મારૂતિ સોસાયટી, ધારી રોડ રેલવે ફાટક પાસે આવેલ સાંઈ મંદિર, ધારી રોડ પર આવેલ જૂનું સાંઈ મંદિર સહિતના શિવમંદિરોમાં આસ્થા અને ધામધૂમપૂર્વક મહાશિવરાત્રીનો પાવન પ્રસંગ ઉજવવામાં આવેલ દરેક શિવભકતોએ હર હર મહાદેવ સાથે દર્શનનો લાભ લીધો હતો એમ પ્રકાશ કારીયાએ એક યાદીમાં જણાવેલ હતું

Related Posts