અમરેલી

ચલાલા અને ધારી હોંમગાર્ડ જવાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી

ચલાલા અને ધારી હોંમગાર્ડ યુનિટ ના તમામ જવાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન ના રોજ સવારે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે અમરેલી જીલ્લા હોંમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી ની સૂચના થી જીલ્લા હોમગાર્ડ ના સ્ટાફ ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા ચલાલા અને ધારી ના હોંમગાર્ડ જવાનો ને યોગ થી થતા ફાયદા, તંદુરસ્ત અને નિરોગી જીવન, યોગ મનુષ્ય ને લાબું આયુષ્ય પૂરૂ પાડે છે. તથા પ્રથમ વખત 21 જુન 2015 માં રોજ ઉજવણી કરવામાં આવી હતી જેની શરૂઆત 27 સપ્ટેમ્બર 2014 ના રોજ ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કરી હતી જેને સંયુક્ત રાષ્ટ્ર ના 193 સદસ્યો એ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ ની ઉજવણી ને દરખાસ્ત ને મંજૂરી આપી હતી તથા પ્રધાનમંત્રી ના આ પ્રસ્તાવ ને માત્ર 90 દિવસ માંજ પૂર્ણ બહુમતી થી સ્વીકારી સૌથી ઓછા દિવસ માં મજૂરી નો રેકોર્ડ છે તથા સૌપ્રથમ દિલ્લી ખાતે 2015 માં યોગ દિવસ ની ઉજવણી માં 235984 લોકો અને 84 દેશો ના પ્રતિનિધીમંડળે એક સાથે લાભ લીધો તેમ અમરેલી જીલ્લા હોંમગાર્ડ દળ ના પબ્લિક રિલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી એ જાણકારી આપી વાકેફ કરવામાં આવ્યા હતા આ તકે ધારી હોંમગાર્ડ ઓફિસર ભીખુભાઈ માઢક, ચલાલા હોંમગાર્ડ ઓફિસર રાજુભાઈ વ્યાસ અને જવાનો ઉપસ્થિત રહેલ.

Related Posts