અમરેલી

ચલાલા-ખાંભા માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલ કારને એલસીબીએ ઝડપી લીધી

ચલાલા- ખાંભા રોડ ઉપરથી એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉના તાલુકાના સનખડા ગામેથી રાજકોટ જતો હોવાની બાતમી અમરેલી એલ.સી.બી. પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂની બોટલ નંગ-ર13 તથા કાર મળી રૂા. 3.76 લાખનો મુદામાલ સાથે 1ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવમાં ઉના તાલુકાના સનખડા ગામે રહેતા વિજય કાળુભાઈ ગોહિલ પોતાના હવાલા  વાળી કાર નં. જી.જે. 11 એ.બી. 47રપમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-ર13 ભરી અને સનખડાથી રાજકોટ મુકામેડીલેવરી આપવા જતો હોય, આ અંગે અમરેલી એલ.સી.બી.ને બાતમી મળતા ચલાલા-ખાંભા રોડ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-ર13 કિંમત રૂા. 70,860, મોબાઈલ ફોન-ર કિંમત રૂા. પપ00 તથા કાર કિંમત રૂા. 3 લાખ મળી કુલ રૂા. 3,76,360ના મુદામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન ઝડપાયેલ આરોપીએ કબુલાત આપી હતી કે આ જથ્‍થો ગીર સોમનાથ જિલ્‍લાના સનખડા ગામે રહેતા જયપાલસિંહ નરેન્‍દ્રસિંહ રાઠોડ તથા મેહુલ બાબુભાઈ મકવાણાનો હોય, અને તે બન્‍ને ઈસમો અન્‍ય એક કાર લઈ અને પાઈલોટીંગ કરતા હોવાનું જણાવતા પોલીસે આ ત્રણેય ઈસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી આ જયપાલસિંહ તથા મેહુલભાઈની શોધખોળ આદરી છે.

Related Posts