fbpx
અમરેલી

ચલાલા ગણપતિ દર્શનનો લ્હાવો લેતા ધારી બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે. વી. કાકડીયા

શિવ શક્તિ યુવા ગ્રુપ ચલાલા શાકમાર્કેટ કલાલ શેરી, પોલીશ સ્ટેશન પાસે ચલાલા ગણપતિ દર્શનનો લ્હાવો લેતા ધારી બગસરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા. ધારાસભ્ય શ્રી સાથે ચલાલા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કારીયા તથા પ્રમુખપતિ પ્રકાશભાઈ કારીયાએ પણ બાપાના દર્શનનો લ્હાવો લીધો. આમ તો ચલાલા એટલે ધારાસભ્યશ્રીનું હોમગ્રાઉનડ એટલે પછી પૂછવુ જ શુ? ચલાલાના તમામ ધાર્મિક સામાજિક મેળાવડામાં ધારાસભ્ય જે. વી કાકડીયાની હાજરી અવશ્ય જોવા મળે.

આ શિવશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ દર્શન મહોત્સવને સફળ બનાવવા માટે આ ગ્રુપના સભ્યો ફકરૂદીન હથિયારી, કિશન જયસ્વાલ, અરવિંદભાઈ સાપરિયા, વિવેક ગોંડલિયા વગેરે ભાવિકોએ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ગણપતિ દર્શન મહોત્સવમાં ૧૩૧ અન્નકૂટના દર્શનનો લ્હાવો પણ ભાવિકોએ લીધો હતો. આમ ચલાલામાં પણ ગણેશ મહોત્સવ દર્શનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts