ચલાલા નજીક ગરમલી ગામ માં ઝેરી મધમાખી નો હુમલો
આજે બોપર માં સમય એ 108 ને મોટી ગરમલી ગામ નો એક મધમાખી કરડવાનો નો કેસ મળેલ.
કેસ મળતા ની સાથે ચલાલા 108 ના ઇ એમ ટી સંજયભાઈ ધાખડા અને પાયલોટ અલ્તાફભાઈ દલ ગણતરીની મિનિટો માં સ્થળ પર પોહસી ગયેલ. સ્થળ પર પહોંચતા વાડીવિસ્તાર હોવાથી એમ્બ્યુલન્સ સ્થળપર પોહસી શકે તેમ ન હતી તેથી ઇ એમ ટી અને પાઇલોટ દ્વારા પગપાળા સાલી ને દર્દી સુધી પહોંસેલ ત્યાં પહોંચી ને તપાસ કરતા માલુમ પડેલ કે પેશન્ટ પર 200 થી 300 ઝેરી મધમાખી દ્વારા હુમલો કરવામાં આવેલ પેશન્ટ સ્થળપર બેભાન હાલત માં હોવાથી ઇ એમ ટી અને પાઇલોટ દ્વારા જોલી ટ્રેચર ની મદદ થી પેશન્ટ ને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયેલ અને એમ્બ્યુલન્સ મા જ સારવાર શરૂ કરેલ અને 108 કોલ સેન્ટર પર બેઠેલા ડૉક્ટર ઇશાંત સર ની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને દવાઓ એમ્બ્યુલન્સ માં આપેલ. ત્યારબાદ દર્દી ને ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં દર્દીને ખસેડેવા માં આવ્યું.
આ કટોકટી ના સમયે દર્દીના પરીવાર ના સભ્ય દ્વારા 108 ના કર્મી ઓનો આભાર માન્યો હતો અને 108 ની સેવા ને બિરદાવી હતી.
Recent Comments