ચલાલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ગુનાના આરોપીને સુરતથી પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.
અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય.
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાનાં કામે નાસતા – ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે – રોલ ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી , જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .
જે અનુસંધાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી.ટીમએ ચોક્કસ બાતમી આધારે સુરત શહેર ખાતેથી અમરેલી જીલ્લાનો ચલાલા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે .
પકડાયેલ આરોપી કલ્પેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ , ઉ.વ .૩૯ , ધંધો . – રમકડા વેંચવાનો , રહે . ફ્લેટ નં . ૪૦૨ યોગીકૃપા , એપાર્ટમેન્ટ , ચોથો માળ , મગન નગર સોસાયટી , સિંગણપોર , સુરત મુળ રહે . ગામ – સમઢિયાળા ( ચારણનું ) તા.ગોંડલ જી . રાજકોટ.
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ચલાલા પો.સ્ટે . પાર્ટ – બી ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૩૨૨૦૪૪૫ / ૨૦૨૨ NDPS એકટની ક .૨૦ ( બી ) ( ૨ ) ( બી ) , ૨૯ મુજબનાં ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે , મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપીને ગાંજો બહાર થી લઇ આપતો હતો .
આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પો.સ.ઈ. ઈન્ચાર્જ એસ.ઓ.જી. , તથા એસ.ઓ.જી.ટીમને ચલાલા પો.સ્ટે.નાં એન.ડી.પી.એસ. ગુનાનાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે
Recent Comments