ચલાલા પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
→ ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૪/૧૨/૨૦૨૩ ના રોજ રતિલાલભાઈ સોમાભાઈ રાઠોડ, ઉ.વ.૪૧, રહે.ચલાલા, હરીધામ સોસાયટી, તા.ધારી, જિ.અમરેલી વાળા સાવરકુંડલા થી ચલાલા જતા હોય તે દરમિયાન પોતાનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન કિ.રૂ.૮,૦૦૦/- નો કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે રતિલાલભાઈ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઈ કરી, તેના પરથી ચલાલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૩૩૫/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ચલાલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચલાલા ટાઉન, ખાંભા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
પકેશ ઉર્ફે વીગેશ લલ્લુભાઈ પરમાર, ઉ.વ.૨૧, રહે.રૂગ્નાથપુર (ખોડી), તા.ખાંભા, જિ.અમરેલી, મુળ રહે.અમરેલી, જગુપુલ પાસે, તા.જિ.અમરેલી.
→ રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો Y1S મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિં.રૂ.૮,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. જીગ્નેશભાઈ અમરેલીયા, તથા હેડ કોન્સ. જાહીદભાઈ મકરાણી, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments