fbpx
અમરેલી

ચલાલા પો.સ્ટે. વિસ્તારમાંથી પસાર થતી શેલ નદી માંથી ગેરકાયદેસર રેતી ચોરી ખનન કરતા આરોપીઓને રેતી ભરેલ ટ્રેક્ટરો સાથે કિ.રૂા.૧૮,૦૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ચલાલા પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક  હિમકર સિંહ સાહેબ, નાઓએ અમરેલી જીલ્લામાં નદીઓ પસાર થતી હોય, અને સદરહું નદીમાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય, અને ખનીજ ચોરી કરતા અસામાજિક ત્તત્વો રોયલ્ટી ચોરી કરતા હોય, તેમજ પર્યાવરણને ખુબ જ મોટું નુકશાન કરતા હોય, રેતી ચોરી તેમજ માટી ચોરી ની પ્રવૃતિ ને ડામવા માટે નદીઓમાંથી તથા સરકારી પડતર જગ્યા માંથી રેતી ચોરી તેમજ માટી ચોરી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને શ્રી કે.જે ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ, નાઓની રાહબરી હેઠળ ચલાલા પો.સ.ઇ ડી.બી.ચૌધરી તથા હેડ કોન્સ આર વી.રાઠોડ તથા હેક કોન્સ બી.આર.ધાધલ તથા પો.કોન્સ રોહિતભાઇ રાખોલીયા તથા લોકરક્ષક મયુરભાઇ ડોડીયા તથા લોકરક્ષક શીવરાજભાઇ કામળીયા ચલાલા પો.સ્ટે. વિસ્તારમાં પટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચલાલા પો.સ્ટે. વિસ્તારના નાગ્રધા તથા દીતલા ગામની નદીમાં કેટલાક ઇસમો ટ્રેકટર અને જે.સી.બી દ્વારા ગે કા રીતે નદીમા ખાડાઓ કરી કેટલાક ઈસમો રેતી ચોરી ની કોશીષ કતા હોય, અન્ય ઈસમો રેતી ચોરી કરતા હોય, તેવી ચોક્કસ બાતમીના આધારે ચલાલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.ડી.બી.ચૌધરી નાઓનાં માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે., ની ટીમે બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા રેતી ચોરી ની કોશીષ કતા ઈસમનો તથા રેતી ચોરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. રેતી ચોરીની કોશીષ / રેતી ચોરી કરતા પકડાયેલ ઈસમો ઝ

(૧) રાજુભાઇ હકાભાઇ સાકરીયા ઉવ.૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે.મંગલપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૨) અનવરભાઇ મહેબુબભાઇ બલોય ઉવ.૨૪ ધંધો.ડ્રાઇવિંગ રહે.ધારગણી તા.ધારી જી.અમરેલી (૩) અજયભાઇ ગોરધનભાઇ રોજાસરા ઉવ.૨૧ ધંધો-ડ્રાઇવિંગ રહે. ગુંદાળા તા.જસદણ જી,રાજકોટ (૪) વિપુલભાઇ વિહાભાઇ ધરજીયા ઉવ.૨૭ ધંધો-ડ્રાઇવિંગ રહે.નાની મોરસલ તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર (૫) મહેશભાઇ અરજણભાઇ પરમાર ઉવ.૩૮ ધંધો ખેતી રહે.દીતલા તા.ધારી જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ ઃ

(૧) એક જે.સી.બી, રજી.નંબર વગરનું કિ.રૂા.૫,૦૦,૦૦૦/

(૨) એક મહીા કંપનીનું ટ્રેકટર જેના રજી. નં.જી.જે.૧૩-એએમ-૮૩૭૧ તથા રેતી ભરવાની ટ્રોલી આશરે કિ.જ્ઞ.૩,૫૦,૦૦૦/ (3) એક આઇસર કંપનીનુ ટ્રેકટર ૫૪૮ મોડલનું રજી નં.જી.જે.૧૩-જેએચ- ૮૧૯૩ તથા તેની ટ્રોલી આશરે કિ.રૂા.૩,૫૦,૦૦૦/

(૪) એક મહીન્દ્રા કંપનીનું ટ્રેકટર જેના રજી. ન.જી.જે.-૨૩-બી ૬૩૫૭ તથા રેતી ભરવાની તેની ટ્રોલી આશરે કિ.રૂા.ર ૫૦,૦૦૦/ આમ

જે.સી.બી., ટ્રેક્ટરો તથા રેતી સહિત કુલ કિ.ગ.૧૪,૫૦,૦૦૦/- મુદ્દામાલ તથા (૫) એક સોનાલીકા કંપનીના ટ્રેકટર મોડલ D-35 રજી.નં-GJ-4-BA-0476 વાળામાં ગે.કા. વગર પરમીટે તથા રોયલ્ટી વગર રેતી ચોરી કરી ટ્રેકટર ટ્રોલી તથા ચોરી કરેલ રેતીની કુલ કિ.રૂા. કિ.ગ.૩,૫૨,૦૦૦/- આમ, બન્ને રેતી ચોરીની કોશીષ તથા રેતી ચોરી કરતાઈસમો ને કુલ કિ.રા.મુદ્દામાલ કિ.રૂા.૧૮,૦૨,૦૦૦/- સાથે ગેરકાયદેસર રીતે તેમજ પાસ પરમીટ વગર રેતી ચોરી કરવાની કોશીશ / ચોરી કરતા ઇસમોને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ ચલાલા પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Follow Me:

Related Posts