લોકપ્રિય અને સતત જાગૃત ધારાસભ્ય જે.વી.કાકડીયાની સુચના મુજબ પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોકીલાબેન કાકડીયાએ પ્રાથમિક કુમારશાળા અને આંગણવાડીની ઓચિંતી શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોને સાથે રાખી શુભેચ્છા મુલાકાત લીધી હતી..આ મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય હર્ષદભાઈ સરવૈયા, પૂર્વ આચાર્ય બીસુભાઇ માલા સહીત શૈક્ષણિક સ્ટાફની મુલાકાત કરી હતી.. અને તેઓની સાથે અભ્યાસ કર્તા વિધાર્થીઓને કોમ્પ્યુટર સહીત વિશેષ જ્ઞાન અને વધુ સુવિધા કેમ આપી શકાય તે બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મળી અભ્યાસ અંગેની માહિતી મેળવી હતી તેમજ શાળામા ચાલતી આંગણવાડીની પણ મુલાકાત કરી વિશેષ જાણકારી મેળવી યોગ્ય સલાહ સુચન કર્યા હતા. આ બંન્ને સંસ્થામાં મુલાકાત વેળાએ વિશેષ સુવિધા પુરી પાડવાની ખાત્રી આપી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ માલવીયા, પુર્વ પ્રમુખ હિંમતભાઇ દોંગા, શહેર ભાજપ ઉપપ્રમુખ ભૈયલુભાઇ વાળા, પ્રકાશભાઇ કારીયા, શહેર ભાજપ મંત્રી રેખાબેન ગોસાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક કુમાર શાળા અને આંગણવાડીની સ્વચ્છતા, વૃક્ષની જાળવણી શૈક્ષણિક સ્ટાફની કામગીરી અને અભ્યાસ કરતાં વિધાર્થીઓની શિસ્તથી ઉપસ્થિત આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ચલાલા પ્રાથમિક કુમાર શાળા અને આંગણવાડીની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી કોકીલાબેન કાકડીયા…


















Recent Comments