ચશ્માના નંબરમાંથી છૂટકારો મેળવવા આ ધરેલું ઉપાયો છે જોરદાર અસરકારક, અજમાવો તમે પણ
આજકાલ અનેક લોકોને નાની ઉંમરમાં પણ ચશ્મા આવી જતા હોય છે. જો તમે ચશ્મા સમયે નથી કઢાવતા તો તમને માથુ દુખવા લાગે છે અને સાથે-સાથે દિવસ જતા તમારા નંબર પણ વધતા જાય છે. જો કે આજકાલ અનેક લોકો ચશ્માના નંબર કઢાવવા માટે ઓપરેશન પણ કરાવતા હોય છે. ઓપરેશન કરાવ્યા પછી નંબર જતા રહે છે, પણ જો તમે વગર નંબરે ચશ્મામાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
- ચશ્માના નંબરમાંથી છૂટકારો મેળવવા માટે એક ઇલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવો. જો તમે સતત મહિના સુધી આ દૂધ પીવો છો તો ચશ્માના નંબર ઉતરી જશે અને તમે રાહત પણ અનુભવશો.
- લીલી શાકભાજી ચશ્માના નંબર ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. જો તમે રોજ પાલક અને મેથીનું સેવન કરો છો તો ચશ્માના નંબર ઉતરી જાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે. આ માટે તમે પાલકને બાફીને પણ ખાઇ શકો છો.
- આંખોના નંબર કાઢવા માટે સૌ પ્રથમ અખરોટનું તેલ લો અને પછી આ તેલને ચારેબાજુ આંખોની આસપાસ મસાજ કરો. આંખોની બાજુમાં સતત એક મહિનો મસાજ કરવાથી આંખોની રોશની વધે છે અને સાથે ચશ્માના નંબર પણ છૂ થઇ જાય છે.
- જો તમે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો છો તો તમારા આંખોના નંબર દૂર થઇ જાય છે અને આંખોની રોશની પણ વધે છે.
- બદામને રાત્રે પલાળી દો અને એ બદામ સવારે ખાઓ. આ સાથે જ એ બદામનું પાણી પણ પી લો. જો તમે આ પલાળેલી બદામ સતત ત્રણ મહિના સુધી ખાઓ છો તો ચશ્માના નંબર ઓછા થાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે.
Recent Comments