બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સુજલામ સુફલામ થકી મોટાભાગના તાલુકાના ખેડૂતોને રાહત મળી હતી. જાેકે, સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાણી માટે આંદોલન તરફ વળ્યા છે અને ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે સુજલામ્ સુફલામ્ પાણી છોડવા માટે ધરણા પ્રદર્શન કરવાના હતા. પરંતુ ધરણા પ્રદર્શન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરી અને નવીનભાઈ પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.સુજલામ સુફલામ પાણી છોડવાને લઈ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે થકી ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન પર ધરણા કાર્યક્રમ કરવાના હતા. જાેકે, ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલા વહેલી સવારથી જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે ધરણાં કરવા જતાં આપના કાર્યકર્તાઓની અટકાયત

Recent Comments