ચાંદખેડામાંથી એસઓજીએ ૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ઝડપી પાડ્યો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીના મામલા સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એસઓજીની ટીમને એક આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ આરંભી છે. તેની પૂછપરછમાં સમગ્ર મામલે અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવી શકે છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવી રહ્યો હતો. જાેકે તે કોની પાસેથી ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો તે મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી. પરંતુ પોલીસ તે દિશામાં પણ આગળ તપાસ આરંભી છે. જેમા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થસે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ર્જીંય્ની ટીમને આરોપી પાસેથી ૯૫ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તે સમયે તે દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદનું યુવાધન ડ્રગ્સને રવાડે ચઢી ગયું છે. જેના કારણે પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા અવાર નવાર થોડા થોડા સમયે ડ્રગ્સ પેડલરોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવે છે. જાેકે જે રીતે ડ્રગ્સનું વેચાણ શહેરમાં વધી રહ્યું તે શહેરીજનો માટે એક ચિંતાનો વિષય બન્યો છે.
Recent Comments