ચાંદની લીંબાસીયાના ઘરમાંથી દારુ-બિયરના ટીન મળ્યા હતા. ચાર માસથી નાસતો ફરતો મહિલા કોંગી અગ્રણીનો પતિ ઝડપાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોંગ્રેસ મહિલા અગ્રણી ચાંદની લીંબાસીયાના ઘરમાંથી બ્રાન્ડેડ દારુ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. જાણે કે, ઘરમાં જ મિની બાર રાખવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સમયે સામે આવ્યા હતા. ત્યારે આખરે ક્રાઈમ બ્રાન્ચે મહિલા કોંગ્રેસ અગ્રણીની ધરપકડ બાદ ચાર માસથી નાસતા ફરતા તેના પતિની પણ ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયામાં એક મહિલા હથિયારમાંથી ફાયરિંગ કરતા હોય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા ચાંદનીબેનનો હોવાનું ખુલ્યું હતું. જેના તપાસ અર્થે પીએસઆઇ વનરાજસિંહ જાડેજા અને તેમની ટીમ મહિલાના ઘર ખાતે મહિલા પોલીસને સાથે રાખીને પહોંચી હતી. આ સમયે ચાંદનીબેને દરવાજાે ન ખોલતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબા તેમજ સ્નેહલ બંને બાજુના મકાનમાં પ્રવેશ કરી પાઇપ દ્વારા છત પર જઈ ચાંદનીબેનનાં રહેણાંક મકાનનો દરવાજાે ખોલવામાં આવ્યો હતો. તેમની આ પ્રકારની સાહસ અને બહાદુરી બદલ પોલીસ કમિશનર દ્વારા ૧૫ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
વાયરલ વિડીયોમાં ફાયરિંગ કરતી મહિલા ચાંદનીબેન હોવાનું તથા હથિયાર તેના પતિ પિયુષભાઈનું હોવાનું ખુલ્યું હતું. જેથી બંને પતિ પત્ની વિરુદ્ધ આર્મ્સ એકટના ગુનામાં અંતર્ગત તેમજ આઈપીસીની કલમ ૩૩૬, ૧૧૪ મુજબ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ચાંદનીબેનની ધરપકડ કરવામાં આવી હોય પરંતુ તેના પતિની ધરપકડ કરવાની બાકી હોય જેથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના અંતર્ગત તેના પતિની પણ ધરપકડ કરવામાં આવશે.
Recent Comments