ગુજરાતમાં કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ચાંદલોડિયા વિસ્તારમાં ચાલતી ટ્યૂશન કલાસ ઝડપાઇ. હાલ દેશ સહિત ગુજરાતમાં પણ કોવિડને કારણે ઓફ લાઇન શિક્ષણ કાર્ય અને પરીક્ષાઓ લગભગ બંધ છે. ત્યારે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કલાસિસ સંચાલક સામે પગલાં લેવાયા છે અને કલાસ સિલ કરી દેવાઇ છે.
આજ રોજ સવારે ચાંદલોડિયા વોર્ડમાં એક ટયુશન કલાસ ચાલુ રાખવાની મળેલ ફરિયાદ મળી હતી. તેથઈ એએમસી અધિકારીઓએ રણછોડ નગર વિસ્તારમાં આવેલ કલાસમાં સર્ચ કરી હતી. તપાસ કરતા ગુરુવારે સવારે ૯.૩૦ કલાકે અંદાજે ૧૨ થી ૧૫ છોકરા છોકરીઓને કલાસમાં બેસાડી શિક્ષણ અપાઇ રહ્યું હતું. એટલુંજ નહીં અહીં શિક્ષક કે વિદ્યાર્થીઓમાંથી કોઇએ માસ્ક પણ પહેરેલા ન હતા.
મ્યુનિસિપલની ટીમ અનાચક કલાસિસનું શટર ઉપાડી અંદર પહોંચી ગઇ હતી. જેથી હાજર શિક્ષક ચોંકી ગયો હતો. ટ્યૂશન કલાસના સંચાલકનું નામ કડિયા તેજસ હોવાનું જણાયું છે. તે રણછોડનગર ચાંદલોડિયા વિભાગ ૧નો રહેવાસી છે. હાલ કોવિડ ૧૯ ગાઈડલાઈનના ભંગ બદલ ઉ.પ.ઝોન, સો.વે.મેં, ચાંદલોડિયા વૉર્ડ દ્ધારા યુનિટ સિલ કરી દેવાયું છે.
Recent Comments