ચાઈલ્ડ કેર સ્કુલ અમરેલી ખાતે તા. ર૭/૦ર/ર૦રર ના રોજ ધોરણ ૧ થી ૮ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં નાના બાળવિજ્ઞાનિકો દ્રારા અવનવા પ્રયોગો તથા પ્રોજેકટો રજુ કરવામાં આવ્યા આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ હાજરી આપીને નાના ભુલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા, ભુલકાઓ દ્રારા રજુ કરેલા પ્રયોગ અને પ્રોજેકટનું નિરીક્ષણ કરીને બાળ વિજ્ઞાનિકો સાથે પ્રશ્નોતરી કરી હતી.આ તકે ચાઈલ્ડ કેર સ્કુલના ડાયરેકટર ભાવીકભાઈ વસાણી, તથા પરીમલભાઈ બામટા, કુલદીપભાઈ રાજયગુરૂ, ઉપેન્દ્રભાઈ વડાલીયા, યોગેશભાઈ ભેંસાણીયા, સુરેશભાઈ નવાપરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
Recent Comments