ચાડીયા થી માળીલા ગામ સુધીના ડામર રોડને રિસર્ફેસિંગ કરવા બાબત
અમરેલી તાલુકાનાં ચાડીયા ગામથી માળીલા ગામ સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને વાહનોનું રીપેરીંગ ખર્ચ પણ વધુ આવે છે, ખરાબ રોડના કારણે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલે પહોંચી શકતી નથી પરિણામે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે તથા ખરાબ રોડના કારણે અવાર-નવાર અકસ્માતો પણ સર્જાય છે. તો લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આપની કક્ષાએથી યોગ્ય કરીને તાત્કાલિક ચાડીયા થી માળીલા ગામ સુધીના ડામર રોડને રિસર્ફેસિંગ કરવા માટે આપને વિનંતી સહ ભલામણ કરું છુ.
Recent Comments