fbpx
ગુજરાત

ચાણસ્મા સરદારપુરા ગામની ધો-૧૨માં અભ્યાસ કરતી સગીરાનું થયું અપહરણ

સગીરાનું અપહરણ ની કેટલાય કિસ્સાઓ આજકાલ તો સામે આવે છે પણ આવો કિસ્સો અમુક વાર જ જાેવા મળે છે આ કિસ્સો ચાણસ્મના સરદારપુરા ગામની રહેતી ૧૫ વર્ષીય સગીરા ૧૦ ઘરેથી ચાણસ્મા ગર્લ્સ સ્કૂલમાં તેનો ભાઈ મુકી ગયો હતો. મોડે સુધી પરત ઘરે ના આવતા પરિવારજનોએ સગા સંબંધીને ત્યાં તપાસ કરતા મળી ન આવતા ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મા ખાતે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ભાઈ સાથે બાઈક પર બેસી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી સગીરા ચાણસ્મા ગર્લ્સ કોલેજ ઉતારીને ભાઈ તેની સ્કૂલે ગયો હતો. પહેલીવાર સગીરા તેના પિતાનો ફોન લઈને સ્કૂલે આવી હતી. પોલીસ તપાસમાં મોબાઇલની ડિટેલ્સ મંગાવી ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts