બગસરા પોલીસ મથકમા એટ્રોસીટી અને મારી નાખવાની ધમકી આપવાના ગુનામા ચારેક વર્ષથી નાસતા ફરતા શખ્સને સર્વેલન્સ સ્કવોડે રાજુલામાથી ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસવડા હિમકર સિંહ તેમજ ડીવાયએસપી કે.જે.ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ મથકના પીઆઇ એ.એમ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કવોડના બી.એમ.વાળા, બી.એસ.ચોવટીયા તથા ટીમે બગસરા પોલીસ સ્ટેશનના એટ્રોસીટી અને મારી નાખવાની ધમકીના ગુનામા ચાર વર્ષથી નાસતા ફરતા પ્રતાપ જગુભાઇ વાળા (ઉ.વ.32) નામના શખ્સને ઝડપી લીધો હતો. અને બગસરા પોલીસના હવાલે કરી દીધો હતો
ચાર વર્ષથી નાસતો ફરતો શખ્સ રાજુલામાંથી ઝડપાયો

Recent Comments