ચાલતી ઓટોમાં ડ્રાઈવરે બદલી દીધું ટાયર, વીડિયો જાેઈને ચોંકી ગયા લોકો…

કોઈપણ વાહનનું ટાયર જ્યારે પંચર થઈ જાય અને નજીકમાં પંચર-રિપેરિંગની કોઈ દુકાન ન હોય ત્યારે લોકો જાતે જ બદલી દેતા હોય છે. અલબત્ત, સ્ટેપની સ્ટેન્ડબાય પર જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય ચાલતા વાહનનું ટાયર બદલવાનું જાેયું કે સાંભળ્યું છે? અહીં અમે એક એવો વિડિયો લાવ્યા છીએ જે તમને નવાઈ પમાડશે. વીડિયોમાં એક છોકરો ચાલતી વખતે ઓટો રિક્ષાનું ટાયર બદલતો જાેવા મળે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ઓટો એક તરફ ઢાળવાળા રસ્તા પર દોડી રહી છે. દરમિયાન એક છોકરો રેંચનો ઉપયોગ કરીને હવામાં ટાયરના બોલ્ટને ખોલતો જાેવા મળી રહ્યો છે. તે નટ બોલ્ટને ઢીલા કર્યા બાદ ટાયરને બહાર કાઢે છે. દરમિયાન, અન્ય એક છોકરો બીજી ઓટો રિક્ષામાં ટાયર બદલતા છોકરાની નજીક જાય છે. પહેલા છોકરાએ સ્પેર ટાયર પકડ્યું છે અને તે વાહનમાંથી કાઢેલા ટાયરને બીજા છોકરાને આપી દે છે. તે તરત જ સ્ટેપનીને ઓટોમાં ઠીક કરે છે જે હજુ પણ બે પૈડા પર ચાલી રહી છે. તે નટ અને બોલ્ટને ટાઈટ કરે છે જેથી ઓટો રિક્ષા રસ્તા પર ઝડપથી દોડવા માટે તૈયાર થઈ જાય છે. કૌશલ દ્વારા ્ુૈંંંીિ પર શેર કરવામાં આવેલો વીડિયો જૂનો છે અને ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ્ુૈંંીિ પર વાઈરલ થયેલા આ વીડિયોને ૮૬ હજારથી વધુ વખત જાેવામાં આવ્યો છે અને નેટીઝન્સ દ્વારા તેને વ્યાપકપણે શેર કરવામાં આવ્યો છે. દરમિયાન, નેટીઝન્સે પણ ચાલતી કાર પર સવાર થઈને તેનું ટાયર બદલવા માટે છોકરાની વિશેષ કુશળતાની પ્રશંસા કરી છે. વીડિયો જાેયા બાદ ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “મસ્ત ટ્રીક. હું આને યુનિસાઇકલ પર અજમાવીશ.” અન્ય એક યુઝરે લખ્યું, “ચાલતા વાહન પર ટાયર બદલવું એ મોટી વાત છે.”
Recent Comments